National
જેને જોઈને મોમાં પાણી આવી જાય લોભામણુ ફળ દ્રાક્ષ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
સૂકા મેવા તરીકે જાણીતી કાળી અને સફેદ દ્રાક્ષ વિશ્વભરમાં લોકપ્રિય અને આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ ગણાય છે ફળોની દુકાનમાં કે લારીઓમાં લીલી અને કાળી દ્રાક્ષ ના ઝૂમખા લોભામણા લાગે છે દ્રાક્ષ એ બાળકો અને વડીલો માટે ભાવતું ફળ છે દ્રાક્ષ કાળી અને લીલી બે પ્રકારની હોય છે સફેદ દ્રાક્ષ લીલા રંગની પારદર્શક ત્વચા વાલી હોય છે એટલે રસથી ભરેલી આકર્ષક લાગે છે દ્રાક્ષ પૃથ્વી પરનું જૂનું અને લોકપ્રિય ફળ છે 6000 વર્ષ પહેલા તેની ખેતી શરૂ થઈ હતી ભારતમાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં દ્રાક્ષની વ્યાપક ખેતી થાય છે દ્રાક્ષ વેલા ઉપર ઉગે છે વેલો લગભગ 50 ફૂટ લાંબો હોય છે એક વેલમાં 40 થી 50 ઝૂમખા ઉગે છે તેના ઉપર નાના લીલા રંગના ફૂલોના ઝુમખા હોય છે દ્રાક્ષના એક ઝુંડ માં અંદાજે 70 થી 75 દ્રાક્ષના દાણા હોય છે દ્રાક્ષમાં 80% પાણી હોય છે તેમાં વિટામીન સી, કે અને બી હોય છે.
તેમાં કેલ્શિયમ ફોસ્ફરસ અને મેગ્નેશિયમ પણ હોય છે દ્રાક્ષનો આર્યુવેદિક ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે દ્રાક્ષમાંથી દારૂ બનાવવાનો મોટો ઉપયોગ છે દ્રાક્ષના બીજના તેલમાંથી સૌંદર્ય પ્રસાધનો બને છે દ્રાક્ષના વેલા લાંબુ આયુષ્ય ભોગવે છે અને વર્ષો સુધી દ્રાક્ષનો પાક લઈ શકાય છે દ્રાક્ષની અનેક જાતો વિકસી છે ભારતમાં અતાબશાહી, ઈશાબેલા, ફ્લેમ, ગુલાબી, શરદ અને થોમસન નામની દ્રાક્ષ પ્રસિદ્ધ છે સુકી દ્રાક્ષને પણ તાસે ગણેશ, સોનાકા, માનીક ચમન, દ્રાક્ષ ના વિવિધ નામો થી ઓળખાય છે જોકે ગુજરાતમાં કાલી અને લીલી દ્રાક્ષ નું વેચાણ સૌથી વધુ થાય છે જ્યારે સૂકી દ્રાક્ષનો ઉપયોગ વિવિધ વાનગીઓ બનાવવામાં થાય છે કોઈપણ પ્રકારની દ્રાક્ષ આયુર્વેદિક દ્રષ્ટિએ શરીર માટે લાભકારક છે જેની આડ અસર થતી નથી.