Connect with us

Surat

આઠ મહિનાં અગાઉ સુરત સેશન કોર્ટમાં પોલીસ જાપ્તાં માંથી ભાગેલો રીઢો ગુનેગાર કડોદરાથી ઝડપાયો

Published

on

A habitual criminal who had escaped from police custody in Surat Sessions Court eight months ago was nabbed from Kadora.

સુનિલ ગાંજાવાલા

કડોદરા પોલીસે હરિપુરા GIDC વિસ્તાર માંથી સુરતની કુખ્યાત ગેંગનો ગંભીર ગુનાનો આરોપી અને કોર્ટ માંથી પોલીસ જાપ્તા માંથી ભાગી છુટેલો આરોપી ને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો માહિતી અનુસાર કડોદરા GIDC પોલીસના એ.એસ.આઈ.દીપકભાઈ શંકરભાઇ તેમજ હે.કો.હેમંતભાઈ ઘનશ્યામભાઈ નાઓને સયુંકત રાહે બાતમી મળી હતી કે સુરત શહેરમાં માન્યા ડુક્કર અને નરેન્દ્ર કબૂતર ગેંગનો સાગરીત અને 8 માસ અગાઉ 28 સપ્ટેમ્બરના રોજ સુરત શહેરના લીંબયત પોલીસ મથકમાં નોંધાયેલા ગંભીર ગુનામાં સુરત સેશન કોર્ટમાં પોલીસ જપ્તા સાથે રજૂ કરતી વખતે આઠમા માળે દાદર ચડતી વખતે વકીલ તેમજ લોકોની ભીડનો લાભ લઈ હાથકડી માંથી હાથ કાઢી ફિલ્મી ઢબે ભાગી છૂટ્યો હતો જે ગુના સંદર્ભે ઉમરા પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

Advertisement

A habitual criminal who had escaped from police custody in Surat Sessions Court eight months ago was nabbed from Kadora.

આવા ગંભીર ગુનાનો આરોપી અરુણ ઉર્ફે દેરિંગ પાટીલ કડોદરામાં GIDC પોલીસ મથક વિસ્તારમાં આવેલ હરિપુરાના વિધાતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધારધાર ચપ્પુ અને ચોરીની મોટરસાયકલ સાથે ફરી રહ્યો છે જેવી ચોક્કસ બાતમી આધારે પોલીસની એક ટીમે વોચમાં રહી અરુણ પાટીલની ઝડપી તેની પાસે રહેલો ધારધાર ચપ્પુ કબ્જે લીધો હતો જ્યારે તેની પાસે રહેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ 05 PR 1713 અંગે પૂછપરછ કરતા અરુણ નાઓએ એકમાસ અગાઉ લીંબયત પોલીસ મથક વિસ્તાર માંથી ડુપ્લીકેટ ચાવી વડે ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી અરુણ ઉર્ફે દેરિંગ ઉર્ફે કિંગ તારાચંદ પાટીલ(રહે.સુભાસ નગર જીજાબાઈના ઘરની સામે ભાડેથી ,લીંબયત)નાઓ વિરુદ્ધ લીંબયત પોલીસ મથક તેમજ ,બારડોલી, સચિન ,પુના પોલીસ મથકમાં મારામારી,હથિયાર રાખવા બદલ,વાહન ચોરી ,ખૂન, ખૂનની કોશિશ જેવા ગંભીર ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યુ હતુ પોલીસે ચોરની મોટરસાયકલ ,તેમજ ધારદાર ચપ્પુ મળી કુલ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

Advertisement
error: Content is protected !!