Uncategorized
ડભાલી પ્રા.શાળામાં વિદ્યાર્થીની ને શિક્ષકે લાકડી વડે માર્યા હોવાના વિવાદનો સુખદ અંત
(પ્રતિનિધિ રીજવાન દરિયાઈ ખેડા ગળતેશ્વર)
ગળતેશ્વર તાલુકાના ડભાલી પ્રાથમિક શાળામા ફરજ બજાવતા એક શિક્ષકે વિદ્યાર્થીની ને પાછળના ભાગે બરડામાં સોટી મારતા સ્થાનિકો દ્વારા પ્રાથમિક શાળા ડભાલીમાં જઈને રજૂઆત કરવામાં આવી હતી.જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.આ ઘટના બાદ વિદ્યાર્થીની ના વાલીએ સેવાલિયા પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ અરજી આપ્યા બાદ પરત લઈ સમાધાન થયું હોવાની માહિતી મળી રહી છે.
મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રજનીકાંત આર્યએ ધોરણ 7 મા અભ્યાસ કરતી વિદ્યાર્થીની સેજલબેન મકવાણાને બરડાના ભાગે લાકડીથી માર માર્યો હોવાનું સામે આવ્યું હતું આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા શાળામાં પ્રવેશી હોબાળો કર્યો હતો જેનો એક વિડીયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો. જે બાદ વિદ્યાર્થીનીના વાલીએ શિક્ષક વિરુદ્ધ સેવાલિયા પોલીસ સ્ટેશનમા અરજી આપી હતી પરંતુ વાલીને બાદમાં આ ઘટના વિશેની સાચી માહિતી મળતા તેઓએ આ અરજી પાછી ખેંચી સમાધાન કર્યું હોવાનું સામે આવ્યું છે.