Connect with us

Panchmahal

શહેરા તાલુકાના બોરિયા ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

Published

on

A health screening camp was held at Boria in Shehra taluk

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બોરિયા સ્થિત ઉન્નતિ વિદ્યાલય ખાતે વિધાર્થીઓના આરોગ્ય ચકાસણીનો કેમ્પ યોજાયો હતો.તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભરત ગઢવીના માર્ગદર્શન હેઠળ RBSK ટીમ દ્વારા ચાલતી જનરલ આરોગ્ય ચકાસણી દરમિયાન કુલ ૫૧૫ બાળકોના આરોગ્યની ચકાસણી કરાઈ હતી.A health screening camp was held at Boria in Shehra taluk
કમ્યુનિટી હેલ્થ સેન્ટર શહેરાના આંખના નિષ્ણાંત દ્વારા તપાસ હાથ ધરતા આ બાળકોમાંથી કુલ ૦૮ બાળકોને સંભવિત આંખોના નંબર રીફ્રેક્ટિવ એરર જણાઈ આવતા તેઓના ચશ્મા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ૦૧ બાળકને આંખોમાં મોતિયાની તકલીફ જણાતા તાજપુરા ખાતે આંખની હોસ્પિટલમાં ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું હતું તથા ૦૨ બાળકોને આંખોની વધારે તકલીફ જણાતા,વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા

error: Content is protected !!