Connect with us

Chhota Udepur

વિશ્વ એઇડ્સ દિન અંતર્ગત છોટાઉદેપુર નગરમાં વિશાળ જાગૃતતા રેલી યોજાઇ

Published

on

(અવધ એક્સપ્રેસ છોટાઉદેપુર)

(પ્રતિનિધિ કાજર બારીયા)

Advertisement

પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે આજે જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે થી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી, રેલી નું પ્રસ્થાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો.કેવલ મોદી, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં  જિલ્લા ટીબી-એચઆઈવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, નર્સિંગ કોલેજ નાં રંજનબેન રાઠવા  સહિત નર્સિંગ કોલેજની સ્ટુડન્ટ્સ તથા  સંજય ભાઈ રાઠવા, કલેસિંગ રાઠવા, પ્રવીણ પટેલ સહિત આઇસીટીસી કાઉન્સિલરો, એસટીઆઇ કાઉન્સિલર અનિલ સુતરીયા, કાઉન્સિલર વેસ્તિયા ભીલાલા,એઆરટી સેન્ટર નાં મેડિકલ ઓફિસર ડો.વિના રાઠવા તથા કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ, અર્બન હેલ્થ સેન્ટર છોટાઉદેપુર ના એસ આઇ રાજુભાઇ રાઠવા સહિત કર્મચારીઓ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં કર્મચારીઓ ડીપીપીએમ અશ્વિન ભાઈ રાઠવા,મનહરભાઈ વણકર, પરેશભાઈ વૈદ્ય, ઉત્ત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર ના સોનલબેન રાઠવા ઉપરાંત વિકલ્પ વુમન ગ્રુપ,એ પી પ્લસ,મોડ ઇન્ડિયા

એનજીઓ નાં કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા.

Advertisement

રેલી જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે થી નિકળી છોટાઉદેપુર નગર નાં મુખ્ય માર્ગો પર ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે સભા માં ફેરવાઇ હતી જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એમ ચૌહાણ એ એચઆઈવી એઇડ્સ વિશે સ્કીનિગ, અટકાયતી પગલાં અને એચ આઈ વી ગ્રસ્ત વ્યક્તિ ની સારવાર વિશે વિસ્તુત જાણકારી આપી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!