Gujarat

સેવાલીયા અને પાલીમા”યા હુસેન” ના નાદ સાથે મુહરર્મનું વિશાળ જુલુશ કાઢવામાં આવ્યું.

Published

on

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલીયા અને પાલી ખાતે ઈસ્લામિક મહિના મોહરર્મના દશમાં ચાંદ (એટલે ૧૦મી તારીખ) રોજ તાજીયા સાથે વિશાળ જુલુશ કાઢવામાં આવ્યું હતું.તેમાં રંગબેરંગી કાગળોથી અનોખું કોતરકામ કરવામાં આવ્યું હતું.આ જુલુશ પાલી  ગામ સૈયદ હસ્મત અલી ના ઘરે થી   સૈયદ વાડા હુસેની ગ્રાઉન્ડ લાવવા માં આવ્યા  અને સેવાલીયા ના ખાતુન મસ્જિદ પાસેના ગ્રાઉન્ડ માંથી નીકળી સેવાલીયા બજારમાં રહી વહોરા ચાલી ખાતે લાવવા માં આવ્યા હતા.અને ત્યાંથી અંતે મહીસાગર નદી ખાતે ઠડાં કરવામાં આવ્યા હતા.આ જુલુશમાં ૫૦૦થી વધારે લોકોએ ભાગ લીધો હતો. લોકોએ નિયાજ (પ્રસાદ) સ્વરૂપે ઠડા પીણા, શરબત, કોલ્ડરિંગ, વગેરે વહેંચવામાં આવ્યું હતું. ત્યારે નવજુવાનોએ તલવાર, ધારીયા, અને સોયાથી રફાઈ પણ રમી હતી.ઉલ્લેખનીય છે કે ઇસ્લામી મહિનાનો પહેલો અને છેલ્લો બંને માસ કુરબાની (ત્યાગ, બલિદાન) નો સંદેશો આપે છે, આ મહિનાઓ ઉપરથી બોધપાઠ લઇ મુસલમાનોએ શહિદે આઝમ હઝરત ઇમામ હુસૈન અને હઝરત ઇબ્રાહિમ અલેયહીસ્સલામ અને ઇસ્માઇલ અલેયહીસ્સલામની સુન્નતો (જીવન ચરિત્ર) ઉપર અમલ કરવો જોઈએ, ઇમામ હુસેન રદીયલ્લાહુ અન્હુ અલ્લાહ તઆલાના છેલ્લા પયગમ્બર (દૂત, સદેશાવાહક, નબી) મુહમ્મદ સાહેબના નવાસા-પૌત્ર થાય છે. અને ઇમામ હુસેન ના માતા હજરત ફાતિમા કે જેઓ પોતાની તમામ અવલાદ માં પયગમ્બર મુહમ્મદ સાહેબને સૌથી પ્રિય હતા. મુહરર્મ મહિનાનો મહિમા-મહત્વ ઇમામ હુસેન રદીયલ્લાહુ અનહુની શહાદતના વાકીયા પેહલાથી છે. કે આ મહિનાનો અરબવાસીઓ ઈજ્જત કરતા આવ્યા છે.

* શુ છે મોહરમની અસલી હકીકત ? શા માટે કરબલાનું યુદ્ધ થયું ?

Advertisement

યઝીદ એક ઐય્યાશ બાદશાહ હતો, તે સમાજમાં એવા નિયમો લાગુ પાડવા માંગતો હતો કે જેનાથી સમાજમાં દુષણો ફેલાય, જેથી ઇમામ હુસૈન અને તેમના ૭૨ જાનીશાર સાથીઓએ યઝીદ જેવા ઘમંડી અને સત્તા લાલચુ બાદશાહ સામે ન ઝૂકી તેની ખીલાફત ન સ્વીકારી શહીદ થવાનું વધુ પસંદ કર્યું અને યઝીદના ૨૨ હજારના લશ્કર સામે ૭૨ જાનીસાર છેલ્લા શ્વાસ સુધી લડતા રહ્યા અને અંતે હિજરી સને ૬૧ની મુહરર્મ મહિનાની ૧૦મી તારીખે શહિદી વહોરી ઇસ્લામને અને ઇસ્લામના નિયમોને બચાવી લીધા અને ઇસ્લામના સિદ્ધાંતોને હમેશ માટે ઉજાગર કર્યા, અને લોકોને શંદેશો આપ્યો કે અન્યાય સામે કદી ઝુંકવું નહીં ઉપરાંત જરૂર પડે તો અલ્લાહની રાહમાં શહીદ થતા પણ અચકાવવું જોઈએ નહીં. જેથી જ આજે દશમી મોહરમે ઇમામ હુસૈન અને તેમના સાથીઓને યાદ કરવામાં આવે છે અને તેમની યાદમાં ૧૦મી મોહરમ અશુરાના દિવસે કુરઆન પઠન, ગરીબોને જમાડવા, પાણી, શરબત અને ઠંડા પીણા વહેચવા જેવા પુણ્યના કાર્યો કરવામાં આવે છે, તદુપરાંત ૯ મી અને ૧૦ મી મોહરમના દિવસે રોઝા રાખવાનો પણ ખૂબ મહિમા છે, આજથી કરબલાના શહીદોની યાદમાં દરેક મસ્જિદ, મોહલ્લા, શેરીઓમાં કુરઆન પઠન, અને તકરીર (પ્રવચન) જેવા ધાર્મિક પ્રોગ્રામો યોજવામાં આવે છે. અને ભારત સહિતના દેશોમાં તાજીયા બનાવવામાં આવે છે.હજરત ઈમામ હુસેન અને ઈમામ હસન રદીયલ્લાહુ અન્હુ વિશે ઈસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર અને સદેશાવાહક મુહમમદ સાહેબે કહ્યું કે “હસન અને હુસેન જન્નતી નવજુવાનોના સરદાર છે.” અને

* શહીદે આઝમ ઇમામ હુસૈન વિશે હુઝુર ગરીબ નવાઝે ખૂબ બહેતરીન વાક્ય કહયાં છે :

Advertisement

શાહસ્ત હુસૈન, બદશાહસ્ત હુસૈન,

દિનહસ્ત હુસૈન, દિન પનાહસ્ત હુસૈન,

Advertisement

સરદાદ ન દાદ દર દસ્તે યઝીદ,

હક્કા કે બીના લાઈલા હસ્ત હુસૈન.

Advertisement

મતલબ કે…

શાહ પણ હુસૈન છે, બાદશાહ પણ હુસૈન છે.

Advertisement

દિન હુસૈન છે, દિનની પહેચાન પણ હુસૈન છે,

સર આપ્યું પણ પોતાનો હાથ યઝીદના હાથમાં ન આપ્યો, હકીકતમાં એમ કહીએ તો ખોટું નથી કે લાઈલાહા ઇલ્લલ્લાહની બુનિયાદ હુસૈન છે.

Advertisement

ઇસ્લામ ધર્મની હિસ્ટ્રીમાં અંદર અગર શહાદતોની ગણતરી કરવામાં આવે તો કોઈ લગભગ દિવસ એવો બાકીના રહે કે જેમાં કોઈ અનુયાઈ શહીદના થયા હોય ઈસ્લામના બાગના સિંચાઈમાં ઘણા યોદ્ધાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે.

 

Advertisement

(રિપોર્ટર: રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર)

 

Advertisement

Trending

Exit mobile version