Gujarat
મહિલાઓના આરોગ્યની જાગૃતિ માટે સહેલી સેવા ટ્રસ્ટ અને JSW MG મોટરના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો
(અવધ એક્સપ્રેસ દ્વારા)
આજ રોજ સહેલી સેવા ટ્રસ્ટ અને JSW MG મોટરના સંયુક્ત ઉપક્રમે નાલંદા વિદ્યાલય ઘોઘંબામા મહિલાઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
દિપાવલી એટલે વષૅનો સૌથી મોટો ઉત્સવ જેમાં ઘરની સાફ-સફાઈ જેઇવીએ ઘરેલુ કામ વધારે રહેતુ હોય છે. બહેનો માટે દિપાવલી પુર્વે પોતાના સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ કેળવી મહિલામાટે દિવાળીના ઉપહારરૂપ કાર્ય સમાન મેડિકલ કેમ્પમાં ૨૦૦ વધુ બહેનોએ ભાગ લઈ મેડિકલ ટેસ્ટ કરાવ્યા હતા
આ ઉપરાંત વિધાર્થીઓને ફાયર સેફ્ટી, ફર્સ્ટ એડ અને CPR ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી
આ કાયૅકમમાં સહેલી સેવા ટ્રસ્ટના ચેરપસૅન ભગવતીબેન જોશી, નેહલબેન જોશી તેમજ એમ.જી મોટૅસના ડી.જી.એમ શાલીનીબેન જોહરી, પર્લિન મેડમ, નિધિ બહેન,ઋતુ મહેરા તથા ડૉ. રીચા પટેલે હાજરી આપી હતી. ઘરેલુ રોજિંદા કામ અને પરિવારની સેવામાં રચી પચી રહેતી મહિલાઓ પોતાના આરોગ્ય નું ધયાન રાખતી નથી તેથી તે વિવિધ રોગોથી પીડાઈ છે. શહેર ની મહિલાઓ પોતાના આરોગ્યને લઈ જાગૃત છે પરંતુ અંતર્યાળ અને આદિવાસી વિસ્તારોની અજાણ મહિલાઓ પોતાના આરોગ્ય વિષે નિષ્ક્રિય રહેછે જેના કારણે તેઓ ગંભીર બીમારી થી પીડાઈ છે. જેથી ગ્રામ્ય વિસ્તાર ની મહિલાઓના આરોગ્ય માટે સહેલી સેવા ટ્રસ્ટ અને JSW MG મોટરના સંયુક્ત ઉપક્રમે આ મેડિકલ કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલી મહિલાઓએ બ્લર્ડ તેમજ અન્ય શારીરિક ટેસ્ટ કરાવી જાગૃત બની હતી