Panchmahal
પાવાગઢ ખાતે N.S.S ના વિધાર્થીઓની શ્રમ શિબિર યોજાઈ હતી
દિપક તિવારી “અવધ એક્સપ્રેસ”
એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ના એન એસ એસ વિભાગ દ્વારા ચાંપાનેર પ્રાથમિક શાળા(પાવાગઢ) ખાતે આશરે સીતેર જેટલા વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓ ની વાર્ષિક શ્રમ શિબિર નું આયોજન તા૧૮/૩/૨૦૨૩/થી તા૨૪/૩/૨૦૨૩/ સુધી પાવાગઢ તળેટી ના સ્મારકોની સફાઈથી માંડી ડુંગર ઉપર જવાના પગથિયાં થી લઇ થેક ટોચ પર બિરાજેલ જગત જનની માતા મહાકાળી મંદિર ના પરિસર અને પગથિયાની બન્ને બાજુ ના પ્લાસ્ટિક વેસ્ટ ને તથા અન્ય કચરો જે વાતાવરણ ને પ્રદૂષિત કરતો હતો તેની સફાઈ કરી આશરે સો ઉપરાંત મોટા બોરા પ્લાસ્ટિક વેસ્ટ વગેરે ની સફાઈ ખૂબ ઉત્સાહ અને ખંત થી શિબિરારથી ભાઈ બહેનો એ કરેલ જેને ડુંગર ઉપર ના વેપારીઓ, નાગરિકો, મંદિર ટ્રસ્ટ અને દર્શનાર્થીઓ એ આવકારી આ કાર્ય ની ખું પ્રશંસા કરી હતી. સાથે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સાથે આરોગ્ય જાળવણીની પણ ઝુંબેશ પબ્લિક અવેરનેશ માટે પણ કામ કરવામાં આવ્યું.
શુક્રવાર તા૨૪/૩/૨/૨૦૨૩/ ના રોજ કાલોલ કોલેજના પ્રો. ડૉ.મયંકભાઇ શાહ( સહ સંયોજક એન એસ એસ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી) ના અધ્યક્ષ સ્થાને પૂર્ણાહુતિ કાર્યક્રમનું આયોજન અતિથિ વિશેષ આચાર્ય હાલોલ કોલેજ ડો.યશવંત શર્મા,મુખ મહેમાન ડૉ. વિજયભાઈ પટેલ( મહાકાળી માતાજી મંદિર ટ્રસ્ટ માં ટ્રસ્ટી વિનોદ ભાઈ વરિયા એડવોકેટ, પરમાનંદ સોની સામાજિક કાર્યકર,પ્રો. ડૉ ભાલોડિયા, ડૉ.પંચાલ, ડૉ ભટ્ટ વગેરે ના વિશેષ હાજરીમાં વિદ્યાર્થીઓ એ સ્વાગત ગીત પ્રાર્થના, આદિવાસી નૃત્ય,વગેરે સંસ્કતિક કાર્યક્રમ નું પ્રદર્શન કરેલ.મુખ વક્તા અને અધ્યક્ષ ડો. મયંકભાઇ શાહે ખૂબ માર્મિક શૈલી માં વિધર્થીઓ ને સંબોધન કરેલ, ડૉ વિજયભાઈ પટેલ માં સર્જીકલ હોસ્પિટલ હાલોલ જીવન આવા સારા કામો ની સાથે સાથે આવતીકાલ ના ભારતના આ યુવાનો ને સફાઈ,વ્યસન મુક્તિ સાથે આરોગ્ય ની જાળવણી અંગે પ્રવચન આપેલ પ્રિન્સિપાલ ડો યશવંત શર્માજી એ કોલેજ ની પ્રવૃતિ એન એસ એસ,એન સી સી.સાથે કોલેજ માં ચાલતા કોર્સ ની વિગત આપી હતી.સામાજિક કાર્યકર પરમાનંદ સોની એ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન આપી ક્લીન પાવાગઢ,ગ્રીન પાવાગઢ ના સ્વપ્ન ને ચરિતાર્થ કરવા સૌ એ સાથે રહી આગામી દિવસોમાં મારુતિ ચેરીટેબલ ટ્રસ્ટ ના મુખ્ય ટ્રસ્ટી દિનેશભાઈ તથા ટ્રસ્ટી જય પટેલ દ્વારા ચૈત્રી પૂનમ બાદ પૂનઃ પાવાગઢ ડુંગર પર સફાઈ ની સાથે ચોમાસા પહેલા મોટા પ્રમાણમાં વૃક્ષા રોપણ નું પણ આયોજન કરવા જણાવેલ,સમગ્ર કાર્યક્રમ અને શિબિર નું સુંદર સંચાલન ડો.વાઘેલાએ કરેલ જ્યારે આભાર વિધિ એન એસએસ પ્રોગ્રામ ઓફીસર પ્રા. ડૉ સંજયભાઈ જોશીએ કરેલ અંતે સ્વરૂચીભોજન સાથે પૂર્ણાહુતિ કરવામાં આવેલ..