Gujarat
સાદડવેલ માં રામકથા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા
(રાકેશ દૂબે દ્વારા)
નવસારી જિલ્લાના ચિખલી તાલુકામાં રામ પરિવાર ગ્રુપ (તાતિખાડી ફળિયા) સાદડવેલ ગામે તા.૨૪ થી ૩૦ માર્ચ દરમ્યાન મંદિર ના ૮ માં પાટોત્સવ તથા પિતૃઓના મોક્ષાર્થે ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથા ના તૃતીય દીને મોટી સંખ્યામાં ભક્તો એ મહાપ્રસાદ અને કથાશ્રવણ નો લાભ લીધો કથા વક્તા જીતેન આર.વૈષ્ણવ એ તીર્થ યાત્રા અને તીર્થ સ્નાન નું મહત્વ સમજાવ્યું,પરીક્ષિત જન્મની કથા સાથે વિદુરજીની અને સુલભા જેવો ભાવ હોય તો ભગવાન આજે પણ આપણા ઘરે આવી શકે,દક્ષ યજ્ઞ વિધવંશની કથા આપણા ને શીખવે છે ,કે જે યજ્ઞ નો ઉદ્દેશ્ય કલ્યાણકારી ના હોય એ યજ્ઞ નો વિધ્વંસ થાય છે
,૨૭ તારીખે કૃષ્ણ જન્મોત્સવ હોય એની તડામાર તૈયારી ચાલુ થઈ છે,
કથા દરમ્યાન વંકાલ થી ખૂબ મોટી સંખ્યામાં કથા પ્રેમીઓ પધાર્યા હતા, વંકાલ ગામે તા.૯/૪/૨૦૨૩ થી ૧૫/૪/૨૦૨૩ દરમ્યાન રતનજી મહારાજ(ભૂત બાપજી) મંદિર (વંકાલ)ના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું છે જેની શ્રીફળ અર્પણ વિધિ બાપુ દ્વારા કરવામાં આવી હતી, નિલેશભાઈ પટેલ(કોન્ટ્રાકટર) દ્વારા મંચ સંચાલન કરવામાં આવ્યું હતું ,આયોજકો વતી સૌને મહાપ્રસાદ અને કથાનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે,,