Connect with us

Gujarat

પેપર લીક મામલે કાયદો ઘડાશે તેનો અમલ પ્રમાણિકતા પૂર્વક થશે ???

Published

on

a-law-will-be-made-in-the-matter-of-paper-leak-and-it-will-be-implemented-honestly

સુરેન્દ્ર શાહ દ્વારા

ગુજરાત સરકારે પેપર લીક ને લઈને કડકમાં કડક કાયદો બનાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે તે આવકારદાયક અને સરાહનીય છે પરંતુ આ પગલું કે આ વિચાર ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવું છે વિધાનસભાના આગામી સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવશે તેમાં કોઈપણ જાતના વિઘ્ન વગર કે વિરોધ વગર આ બિલ પાસ થશે તેમાં કોઈ શંકા નું સ્થાન નથી અને રાજ્યપાલ દ્વારા તેને મંજૂરી પણ મળી જશે પરંતુ કાયદાનું પાલન કરાવનાર પોલીસ વિભાગ દ્વારા તેનો અમલ પ્રમાણિકતા પૂર્વક કરાવવામાં આવશે કે કેમ? કારણ ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ પ્રતિદિન ઘણો બધો દારૂ ગુજરાતમાં ઠાલવાય છે અને પકડાય છે બુટલેગરોને કાયદો કે પોલીસનો કોઈ ડર નથી અને હવે ગુજરાતમાં ડ્રગ્સ નો પણ પગ પેસારો સરુ થવા લાગ્યો છે

Advertisement

a-law-will-be-made-in-the-matter-of-paper-leak-and-it-will-be-implemented-honestly

જોકે રાજ્ય સરકારના આ સ્તૃત્ય પગલાની ચારે તરફથી અને ખાસ વિરોધ પક્ષ દ્વારા પણ સરાહવામાં આવ્યો છે પરંતુ આ કાયદો જો ત્રણેક માસ પહેલા બનાવ્યો હોત તો અંદાજે નવલાખ ઉપરાંતના વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા આપી હોત અને રિઝલ્ટની રાહ જોતા હોત અત્યાર સુધીમાં ગુજરાતમાં 14 14 પરીક્ષાના પેપર લીક થયા તો સરકાર આટલી મોડી કેમ જાગી આ તો પાણી વહ્યા બાદ પાળ બાંધવા જેવી વાત છે જોકે મોડે મોડે પણ સરકાર ને કાયદો બનાવવા માટેનું જ્ઞાન લાદયુ અને તે પણ કડકમાં કડક કાયદો બનાવવાનો મુસદ્દો તૈયાર થઈ ગયો હવે નવા સત્રની રાહ જોવાય છે કાયદો પાસ થઈ જાય બાદ કાયદાનો અમલ કરાવવાની તમામ જવાબદારી જે તે વિભાગ સાથે પોલીસ વિભાગની રહેશે અને પોલીસ માટે કાયદાનું પાલન કરાવવા માટેની અગ્નિ પરીક્ષા હશે

  • આ કાયદો જો ત્રણેક માસ પહેલા બનાવ્યો હોત તો અંદાજે નવલાખ ઉપરાંતના વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષા આપી હોત અને રિઝલ્ટની રાહ જોતા હોત અત્યાર સુધીમાં ગુજરાતમાં 14 14 પરીક્ષાના પેપર લીક થયા
  • સરકાર આટલી મોડી કેમ જાગી આ તો પાણી વહ્યા બાદ પાળ બાંધવા જેવી વાત છે
  • 14 પરીક્ષાના પેપર લીક થયા ત્યાર બાદ સરકાર જાગી
  • કાયદો પાસ થઈ જાય બાદ કાયદાનો અમલ કરાવવાની તમામ જવાબદારી જે તે વિભાગ સાથે પોલીસ વિભાગની રહેશે અને પોલીસ માટે કાયદાનું પાલન કરાવવા માટેની અગ્નિ પરીક્ષા હશે
  • દાદા પણ યોગીની રાહે
error: Content is protected !!