Panchmahal
ઘોઘંબા તાલુકાના ગોદલી ગામે દીપડાએ પશુનું મારણ કર્યું
માનવોના જંગલ પ્રવેશે ખૂંખાર પ્રાણી ઓને માનવ વસ્તી માં પ્રવેશવા માટે મજબૂર કરતાં દીપડાઓ અને ખૂંખાર પ્રાણીઓ અવાર નવાર માનવ વસ્તી માં પ્રવેશ કરી માનવ લોહી ચાખેછે અને પશુ ઓનું મારણ કરેછે તેના માટે જવાબદાર મોટે ભાગે માનવ વસ્તી પણ છે
ગતરાત્રી ના ઘોઘંબા વિસ્તાર માં આવેલ ગોદલી ગામે દીપડો પ્રવેસ્યો હતો અને પંકજભાઈ ખુમાન ભાઈ રાઠવાની ગમાણ માં બાંધી રાખેલ પાડા ઉપર જીવલેણ હુમલો કરી મારણ કરવામાં આવ્યુ હતું પાડા દ્વારા ભાંભરવામાં આવતા લોકો જાગી ગયા અને બૂમાબૂમ કરતાં દીપડો નજીક માં આવેલ જંગલ માં રાત્રી ના અંધારા નો લાભ લઈ પલાયન થઈ ગયો હતો આ અંગે વનવિભાગ ના અધિકારીઓને જાણ કરતાં સવારે સ્થળ ઉપર આવી રોજકામ કરી આગળ ની કાર્યવાહી હાથધરી હતી ગામ લોકોએ વનવિભાગ ને રજૂઆત કરી હતી કે અમારા ગામમાં અગાઉ પણ અનેક વખત દીપડાઓ દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યુ છે અને એનો રેકોર્ડ તમારી ઓફિસ મા છે હવે દીપડો ટેવાઇ ગયોછે તો પાંજરું મૂકી તેને પકડવાની તજવીજ હાથ ધરી ગામ લોકોની ચિંતા દૂર કરવાનો પ્રયત્ન કરો તો અમારા ઢોર ઢાખર અને પશુઓ સુરક્ષિત રહે અને અમે ચિનતા મુક્ત થઈએ