Chhota Udepur

પાવીજેતપુર તાલુકાના પાની ગામે દીપડાએ સાત બકરાઓને ફાડી નાખ્યાં

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

અવધ એક્સપ્રેસ)

Advertisement

પાવીજેતપુર તાલુકાના પાની ગામે રાત્રિના દીપડાએ હુમલો કરી સાત બકરાઓનું મારણ કરતા કદવાલ પંથકમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાવીજેતપુર તાલુકાના કદવાલ વિસ્તારમાં આવેલ પાની ગામે સંપતભાઈ સાગુભાઈ રાઠવા ના ઘરે રાત્રિના કોઢ ની અંદર બકરાઓ બાંધેલા હતા. સવારે ઊઠીને જોતા કોઢ ની અંદર ત્રણ બકરા મરેલા હતા તેમજ ચાર બકરા ઘરથી ૨૦ મીટર જેટલા દૂર ખેતરમાં મરેલા નજરે પડ્યા હતા. જેમાં બે બકરા તેમજ પાંચ બકરીઓ નો સમાવેશ થાય છે. રાત્રિના અઢી વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હોવાનું લોકોનું માનવું છે. તેમજ ચાર જેટલા બકરાઓ ૨૦ મીટર દૂર ખેંચી લઈ જઈ અને ત્યાં બકરાઓનું મારણ કરવામાં આવ્યું છે તેથી એક દીપડો નહીં પણ એકથી વધુ દીપડાઓ હોવાનું લોકોનું માનવું છે.

Advertisement

બનાવ સંદર્ભે વિસ્તારમાં વાત ફેલાતા લોકોમાં ભય જોવા મળ્યો હતો અને લોકો રાત્રે પણ દીપડો આસપાસ હોવાનું જાણી ડરી ડરી ને રહ્યા હતા ત્યારે આ બનાવ સંદર્ભે સ્થાનિક ગ્રામજનોની દીપડાએ કરેલા હુમલાથી સાત બકરાઓનું મારણ કરવાની ઘટના બાબતે ગ્રામજનો દ્વારા વળતર મળે અને પાંજરું મૂકી દીપડાને રેકિયુ કરવામાં આવે તેવી ગ્રામજનો સહિત સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.

સાત બકરાઓનું દીપડાઓ એ મારણ કર્યું હોય જેની જાણ વનવિભાગને થતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી દીપડાના ફૂટપ્રિન્ટ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ દીપડો વધુ આ વિસ્તારના લોકોને તેમજ પશુઓને નુકસાન ન પહોંચાડે તે હેતુસર પાંજરા મુકી દીપડાને જબ્બે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આમ, પાવીજેતપુર તાલુકાના પાની ગામે દીપડાએ રાત્રિના ઘર આંગણે કોઢ માં બાંધેલા સાત બકરાઓનું મારણ કરતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર કદવાલ પંથકમાં ગભરાટની લાગણી પ્રસરી જવા પામી છે.

Advertisement

Trending

Exit mobile version