Vadodara
સળગાવેલી હાલતમાં દિપડો મળી આવ્યો શું કોઈએ શિકાર કર્યો ?
સાવલી માં સળગાવેલી હાલતમાં દિપડો મળી આવ્યો પંજા ના નખ માટે દીપડા નો શિકાર કરી પુરાવા નો નાશ કરવામાં તો નથી આવ્યોને ? વન વિભાગ તપાસ માં લાગ્યું
સાવલી ના ધનતેજ ગામ પાસે ની સીમમાં અવાવરું કોતર ની નિર્જન જગ્યાએ સળગાવેલી હાલતમાં દીપડો મળી આવ્યો ઘટના ની જાણ વન વિભાગ ને થતાં વનકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી
ગુજરાત માં હાલમાં ઘણી જગ્યાએ દીપડા સહિત ના વન્યપ્રાણીઓ માનવ વસ્તી તરફ પ્રયાણ કરતાં હોવાના દાખલા મળ્યા છે અને વનવિભાગ દ્વારા પિંજરા મૂકી પકડી ને સુરક્ષિત રીતે માનવવસ્તી થી દુર જંગલ માં છોડવા માં આવતાં હોય છે પણ આજે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ધનતેજ ગામ ની નર્મદા વસાહત પાછળ સદાપુરા ની સીમ નાં ભેવાના કોતર માં સળગાવી દીધેલી હાલતમાં દીપડો જોવા મળ્યો હતો ઘટના ની જાણ વન વિભાગ ને થતાં વનકર્મીઓ અને જિલ્લા વન અધિકારી રવીરાજશિહ રાઠોડ,સાવલી આરએફઓ કિંજલ જોશી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી દીપડો એ વનવિભાગ ના શિડયુલ વન ની કેટેગરી માં આવતો હોય ગંભીર તાથી ઘટના ની તપાસ હાથ ધરી હતી એક અનુમાન પ્રમાણે ખેડૂતો વન્ય પ્રાણીઓ થી ખેત પેદાસ પાક ના રક્ષણ માટે ઝાટકા મશીન નો ઉપયોગ વીજ કરન્ટ ની વાડ ના કારણે દીપડા નું મોત થયું હોય અને છુપાવવા કોઈ ખેતર માલિક એ દીપડા ને સળગાવ્યો હોય અથવા તો શિકારી ટોળકી દ્વારા પંજા ના નખ માટે દીપડા નો શિકાર કરી પુરાવા નાશ કરવાના આશયે દીપડા ને સળગાવ્યો હોય તેવા અનુમાન સાથે વધુ તપાસ હાથ ધરી હતી.