Panchmahal

પાવાગઢ ડુંગર ઉપર બનશે લિફ્ટ પાંચ સેકન્ડ માં માતાજીના દ્વારે

Published

on

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રનો વ્યાપ વધારવાના શુદ્ધ આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા 2027 સુધીમાં ધાર્મિક અને પર્યટક સ્થળો માંથી 20 પર્યટક સ્થળોને સુવિધાઓ આપવાનુ આયોજન કર્યું છે જેમાં રાજ્ય સરકારે પણ પોતાનો રોડ મેપ રજૂ કરી રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢના ડુંગર પર બિરાજમાન 51 શક્તિપીઠ માં ત્રીજા નંબરનું સ્થાન ધરાવતા માં મહાકાલી ના ધામની પસંદગી કરવામાં આવી છે જે યોગ્ય છે યાત્રાળુઓ વેપારીઓ અને અપંગ તથા અશક્ત લોકો માતાજીના સ્થાનક સુધી સહજ રીતે પહોંચી શકે તે માટે ઉષાબ્રેકો દ્વારા રોપ વે ની વ્યવસ્થા વ્યવસાયિકરૂપે કરવામાં આવી છે પરંતુ ઉષાબ્રેકો ના છેલ્લા પોઇન્ટ પછી 210 ફુટ નું સીધું ચડાણ અત્યંત કપરું છે.

તેને સહજિક અને સરળ બનાવવા માટે નો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ડુંગરને કાપીને 210 ફૂટ સુધી મંદિરના દ્વારે પહોંચશે તેવી લીફ્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેનો સર્વે નું કામકાજ ચાલુ છે પાવાગઢ મંદિરનું વિસ્તૃતિકરણ 121 કરોડમાં કર્યા બાદ પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ ની સંખ્યામાં વધારો થયો છે પરંતુ વૃદ્ધ અશક્ત અને અપંગ દર્શનાર્થીઓ કે પર્યટકો માટે 210 ફૂટનું આ ચઢાણ અત્યંત કપરું હતું.

Advertisement

જેને સરળ બનાવવા માટે નું આયોજન હાથ ધરવામાં આવશે લિફ્ટ તૈયાર થયા બાદ દર્શનાર્થીઓ અને પર્યટકોને પોસાય તેવા સામાન્ય ભાડાથી લિફ્ટનો ઉપયોગ કરી શકશે મતલબ પાવાગઢના ડુંગર પર બિરાજમાન શક્તિની દેવી મહાકાલી ના ધાર્મિક સ્થાનને નવો લુક આપ્યા પછી સુવિધામાં વધુ એક મોરપીંછ નો ઉમેરો કરવા માટેના પ્રયાસો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જેના પરિણામ સ્વરૂપે દર્શનાર્થીઓ અત્યાર સુધી રોપવેના છેલ્લા પોઇન્ટ પછી ના અઘરા ચઢાણને ધ્યાનમાં રાખીને મહાકાલી ના ભક્તો આવતા ન હતા તે લિફ્ટ શરૂ થયા પછી આવતા થશે અને માઈ ભક્તોની સંખ્યામાં વધારો થશે સરકારના આ પ્રયાસોને પાવાગઢના સ્થાનિક વેપારીઓ નગરજનો તથા પર્યટકોએ અને ટ્રસ્ટીઓએ અને માય ભક્તોએ વધાવ્યો છે સરકારનું આ કાર્ય પ્રવાસનને વેગ આપવા માટેનો છે જે યોગ્ય અને આવકાર દાયક છે

  •  ડુંગરને કાપીને 210 ફૂટ સુધી મંદિરના દ્વારે પહોંચશે તેવી લીફ્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું
  •  પ્રવાસન ને વેગ આપવાના સરકાર ના પ્રયાસ
  •  અશક્ત,વૃદ્ધ,અપંગ ને સુવિધા મળશે, વૃદ્ધ અશક્ત અને અપંગ દર્શનાર્થીઓ કે પર્યટકો માટે 210 ફૂટનું આ ચઢાણ અત્યંત કપરું હતું

Trending

Exit mobile version