Gujarat
ઈંટોના ભઠ્ઠા માં વિના વિધ્ને લાલ માટી પહોચી જતાં દારૂ અને બિયર પાર્ટી
એરાલ ચોકડી ઉપર આવેલા ઈંટોના ભઠ્ઠામાં ગેરકાયદેસર રીતે સર્વે નંબર અને કોતરની માટી ભઠ્ઠા ઉપર ઠલવાયા બાદ ભૂમાફીયાઓએ દારૂ અને બીયરની પાર્ટી કરી. હાલોલ,ઘોઘંબા અને કાલોલ તાલુકાની સરહદ ઉપર આવેલ એરાલ ચોકડી ઉપર બે રૉકટોક ઈંટોના ભઠ્ઠા ધમધમી રહ્યા છે સરકારી તંત્રને ખિસ્સામાં અને ગ્રામજનોને ધાક માં રાખી પરપ્રાંતીય ભઠ્ઠા માલિકો પોતાના ભઠ્ઠા ચલાવી રહ્યા છે. ભઠ્ઠાની આજુબાજુમાં આવેલા ખેતરોમાં ભઠ્ઠા ના કારણે પાક બગડતો હોય કંટાળીને ખેડૂતો પોતાની મહામૂલી જમીન ભઠ્ઠા માલિકોને આપી દેતા હોય છે ભઠ્ઠા નજીક વસતા ખેડૂતોની જમીન તથા કોતરોમાં રાત્રિના સમયે જેસીબી વડે માટી ખોદકામ કરી કોઈપણ જાતની રોયલ્ટી કે પાસ પરમિટ લેતા નથી જેના કારણે સરકારી તિજોરી ને લાખો રૂપિયાનું નુકસાન જાય છે.
દિવસ અને રાત્રિના સમયે મોટા પ્રમાણમાં માટીનું ખોદકામ કરવામાં આવે છે. જે ખેતરમાં માટી લેવા માટે રાખેલ હોય તે ખેતરની માટી માંપ બહાર ની કાઢી કોઈપણ વિધ્ન વગર ભઠ્ઠામાં આવી જાય તો દારૂ તેમજ બિયરની પાર્ટી આપી જેસીબી ચાલક તેમજ ટ્રેક્ટર ચાલકોને ખુશ કરવામાં આવે છે. જેથી આ લોકો બે નંબરની માટી કાઢવા માટે તૈયાર થઈ જાય. એરાલ ચોકડી ઉપર આવેલા આર.જે.વન ભઠ્ઠા ને અડીને આવેલા કોતર અને ખેતરોમાં માટી કાઢ્યા બાદ ભૂમાફીયા દ્વારા જે તે વિસ્તારમાં થયેલી દારૂ બિયરની પાર્ટીનો પુરાવો તસવીરમાં કેદ થઈ ગયો છે। દારૂના નશામાં માણસ બધું કરે છે. પછી પછી તે માટીની ચોરી હોય કે સોનાની દાણચોરી દારૂ અને બિયરની બોટલ ક્યાંથી આવી ? તે તપાસનો વિષય બન્યો છે ભઠ્ઠાઓમાં ઈંટોની આડમાં દારૂના ગોરખ ધંધા તો નથી ચાલી રહયાને ???