Chhota Udepur

ડુંગરભીત ગામે ધસમસતા પ્રવાહમાં તણાયેલા યુવકને સ્થાનિક સરપંચે બચાવ્યો

Published

on

આજરોજ વહેલી સવારથી જ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ડુંગરભીત ખાતે કોઝવે પરથી પાણીના પ્રવાહમાં એક બાઈક ચાલક યુવક તણાઈ ગયો હતો. જેને બચાવવા માટે સ્થાનિક સરપંચ અજીતભાઈ રાઠવા અને તેમની ટીમે બચાવી લીધો હતો.

છોટાઉદેપુર જિલ્લામાં હાલ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ઉપરવાસના મધ્ય પ્રદેશમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે, જેને લઇને છોટાઉદેપુર જિલ્લાના નદી નાળામાં પૂર આવ્યા છે. આ પૂર આવતા જિલ્લાની સુરાઈ નદીમાં પણ પૂર આવ્યા હતા જેને લઈને ડુંગરભીત પાસેના કોઝ-વે ઉપરથી પણ ધસમસતા પાણી વહી રહ્યા હતા.

Advertisement

આ પાણીમાંથી ડુંગરભીત ગામનો ઉપેન્દ્રભાઈ રમણભાઈ રાઠવા પોતાની મોટરસાયકલ લઈને પસાર થતો હતો, ત્યારે યુવક સુરાઇ નદીના પાણીમાં કોઝ-વે પરથી પસાર થતાં ધસમસતા પાણીમાંથી નીકળતો હતો ત્યારે પાણીમાં બાઈક તણાઈ ગયો હતો અને દૂર સુધી ખેચાઇ ગયો હતો. જેને લઇને ત્યાં ઉભેલા સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા અને કેટલાક સ્થાનિક લોકોએ આ યુવકને મહામહેનતે નદીના ધસમસતા પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને જીવ બચાવ્યો હતો.

મહત્ત્વની વાત એ છે, આ સૂરાઈ નદીના ધસમસતા પાણી વહી રહ્યાં છે તેમ છતાં કેટલાક લોકો જીવના જોખમે કોઝ-વે ઉપરથી પસાર થઈ રહ્યા છે. જેથી ધસમસતા પાણી આવતા રસ્તો બંધ કરવામાં આવે તે પ્રજાહિતમા ખૂબ જરૂરી બન્યું છે.

Advertisement

 

પ્રતિનિધિ, કાજર બારીયા

Advertisement

(અવધ એક્સપ્રેસ)

 

Advertisement

Trending

Exit mobile version