Chhota Udepur
ખટાસ ગામે પ્રેમી યુગલે ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ખટાસ ગામે આજરોજ અવાવરું જગ્યાએ એક ઝાડ ઉપર એક પ્રેમી યુગલ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે હવે આ આપઘાત છે કે પછી મર્ડર ની ચર્ચા પવન વેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઈ હતી. તપાસ કરતા યુવક જામ્બા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું જેનું નામ અંકિત છે
અને યુવતી નું ગામ ખટાશ છે જે નાળા ફળિયામાં રહેતી હતી એનું નામ વર્ષાબેન સેંગાભાઈ છે તેમ જાણવા મળ્યું હતું અને આ બંને ના ચંપલ તથા મોબાઈલ પણ ઘટના સ્થળ ઉપરથી મળી આવ્યા છે તો હવે આ બાબતનું રહસ્ય ઉકેલવા કદવાલ પોલીસ કવાયત હાથ ધરી છે હવે આ હત્યા છે કે પછી આત્મહત્યા તેનુ રહસ્ય અકબંધ રહ્યું છે
પ્રતિનિધિ પ્રીતમ કનોજીયા (પાવીજેતપુર )