Chhota Udepur

કદવાલ ગામે મમતા અભિયાન કેમ્પ યોજાયો

Published

on

(પ્રીતમ કનોજીયા દ્વારા)
છોટાઉદેપુર જિલ્લાના જેતપુરપાવી તાલુકાનાં કદવાલ ગામે નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરને ઘટાડવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય વિભાગ તથા તાલુકા આરોગ્ય કચેરી પાવી જેતપુરના નેજા હેઠળ CHC કદવાલ ખાતે ડૉ એમ.ટી છારી RCHO ની ઉપસ્થિતિમાં રમણભાઈ બારીયા ઉપપ્રમુખ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ઉપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની સુભ શરૂઆત કરવામાં આવી હતી.જેમાં કદવાલ અને ભિખાપુરા સરપંચ તેમજ ગામના આગેવાન મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.મમતા અભિયાન કેમ્પનો ઉદ્દેશ સગર્ભા અને ધાત્રી માતાઓનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વિશેષ ચેક અપ કરવામાં આવ્યું જેમાં સગર્ભા બહેનનું વજન,ઉંચાઈ, બી.પી,સુગર જેવી લેબોરેટરી તપાસ સાથે વડોદરા સુમનદીપ વિધાપીઠ સંલગ્ન ધીરજ હોસ્પિટલ પીપળીયાથી પધારેલ ગયનેકોલોજિસ્ટ ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી.માતા અને બાળક તંદુરસ્ત રહે તે માટે ટી.બીની તપાસ,દાતના રોગોની તપાસ સાથે સગર્ભા બહેનોને યોગ દ્વારા આરોગ્ય જાળવાઈ રહે તે બાબતે આરોગ્ય તપાસ અને સમજૂતી આપવામાં આવી.સગર્ભા અવસ્થાના જોખમોને ધ્યાનમાં લઈ જો કોઈ માતાને વિશેષ તપાસની જરૂર હશે તે માટે આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે.

જિલ્લા પંચાયત છોટાઉદેપુર અને તાલુકા હેલ્થ ઓફિસ પાવી જેતપુર તરફથી આજનો આ કાર્યક્રમ ડો એમ ટી છારી RCHO ના નેતૃત્વ હેઠળ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સાથે તાલુકા આરોગ્ય અધિકારી ડો વિકાસ રંજન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા ૫૦૦ જેટલા સગર્ભા બહેનોની તપાસ કરવામાં આવી.જેઓને ઘરેથી લાવવા અને પરત લઈ જવા માટે ૧૦૮ના સાથ સહકાર સાથે આશા બહેનો અને આરોગ્ય વિભાગના તમામ સ્ટાફના ભગીરથ પ્રયત્ન થકી તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળકના ધ્યેયને સિધ્ધ કરવા માટે સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement

Trending

Exit mobile version