Vadodara
સાવલી માં સામુહિક ઇફતારપાર્ટી યોજાઈ

સાવલી ના લાહોરીવગા યુવક મંડળ દ્વારા રમજાન ના રોજા ઇફતાર પાર્ટી નું સામુહિક આયોજન કરાયું હતું સાવલી ના મુસ્લિમ મહિલાઓ બાળકો સહિત એ રોજા ઇફતાર કર્યાં હતાં અને દેશમાં ભાઈચારા માટે પ્રાર્થના કરી હતી ઇસ્લામધર્મ માં મુખ્ય પાંચ સ્થભ પૈકી એક રમઝાન માસ માં દરેક બાલીગ પુરુષ સ્ત્રી એ રોઝા ફરજિયાત રાખવા અલ્લાહ નો હુકમ કરાયો હતો જેનો આદર સાથે દુનિયા ભર માં મુસ્લિમો પાલન કરી રોઝા રાખતાં હોય છે રોજા એટલે સૂર્યોદય પેહલાં થી સંધ્યાકાળ સુધી ના સમય દરમ્યાન અન્ન જળ નો ત્યાગ કરવો તે ત્યાગ અને બલિદાન ની શુદ્ધ ભાવના નો શંદેશ આપે છે અને પરમકૃપાળુ ઈશ્વર ના આદેશ પ્રમાણે રોઝા રાખવા અને રોઝા નો સમય સંધ્યાકાળે પૂર્ણ થતાં કરાતાં પારણા ને ઇફતાર કેહવાય છે આજે વડોદરા જિલ્લાના સાવલી નગર મધ્યમાં આવેલ લાહોરીવગા વિસ્તારમાં સામુહિક રોજા ઇફતારપાર્ટી નું આયોજન કરાયું હતું જ્યાં મસ્જિદ નાં ઇમામ સાહબ દ્વારા રોજા ઇફતાર કરાવ્યા હતાં પુરુષો મહિલાઓ તેમજ બાળ રોજેદાર ભૂલકાં ઓ એ પણ રોજા ઇફતાર કર્યા હતા જ્યારે આ સામુહિક ઇફતારપાર્ટી પ્રસંગે કોમી એકતા જોવા મળી હતી અને આયોજકો ના આમંત્રણ ને માન આપી નગરસેવક હસમુખભાઈ પટેલ, કમલેશભાઈ શાસ્ત્રી, ઘનશ્યામભાઈ, અમિશભાઈ પટેલ સહિત ના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા અને નગર તેમજ દેશમાં એકતા જળવાય તેવી સામુહિક પ્રાર્થના કરી હતી.
તસ્વીર:ઈકબાલહુસેન લુહાર