Connect with us

Gujarat

ડાંગરની ખેતી કરતા ખેડૂતોએ ધ્યાન રાખવા જેવી બાબત

Published

on

ડાંગરના પાકમાં કરમોડી (બ્લાસ્ટ) રોગ અને પાન વાળનારી ઇયળથી પાક રક્ષણ મેળવવા ખેડૂતોએ લેવાની કાળજી

ડાંગરમાં કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટનો રોગ અથવા થડનો સડો (સ્ટેમ રોટ) જણાયેથી તરત જ ટ્રાયસાયકલાઝોલ ૭૫ વે.પા. (૬ ગ્રામ ૧૦ લિટર) અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી ૧૦ મિ.લી.અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. (૧૦ ગ્રામ ૧૦ લિટર) પાણીમાં ઉમેરી ૧૫-૨૦ દિવસના અંતરે પ્રતિ હેક્ટરે ૪૦૦ થી ૫૦૦ લિટર મુજબ છંટકાવ કરવો. આજુબાજુના ખેતરની શેઢાપાળાપરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા. અથવા સ્યૂડૉમોનાસફ્લુરોસન્સ ૬ મિ.લી. પ્રતિ૧ લિટરના બે છંટકાવ કરવો. પહેલો છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ કંટી નિકળવાના સમયે કરવો.

Advertisement

જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને કરમોડી (બ્લાસ્ટ) રોગના અસરકારક વ્યવસ્થાપન માટે ફૂગનાશકોના તૈયાર મિશ્રણ, પ્રોપીકોનાઝોલ ૧૦.૭% + ટ્રાયસાયક્લાઝોલ ૩૪.૨% એસઈ, ૦.૦૪૫%, ૧૦ મિ.લી./૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૪૬ દિવસ) અથવા ટેબુકોનાઝોલ ૫૦% + ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન ૨૫% ડબલ્યૂજી, ૦.૦૩૦%, ૪ ગ્રામ/૧૦ લિટર પાણી (છેલ્લા છંટકાવ અને કાપણી વચ્ચેનો સમયગાળો ૨૧ દિવસ)ના બે છંટકાવ, પ્રથમ રોગ જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ તેના ૧૫ દિવસ બાદ કરવાની ભલામણ છે.

ડાંગરના ઉભા પાકમા પાન વાળનાર ઇયળના જૈવિક નિયંત્રણ માટે ઇયળની માદા ફુદીએ મુકેલ ઇંડા પર પરજીવીકરણ માટે ટ્રાઇકોગ્રામા જાપોનીકમ અથવા ટ્રાઇકોગ્રામા ચીલોનીસ જાતોની ૦.૫ થી ૧.૦ લાખ ભમરીઓ પ્રતિ હેક્ટર મુજબ ખેતેરમા છોડવી.

Advertisement

પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ શરુ થયેથી પ્રવાહિ કીટનાશકો જેવા કે, ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસ.સી (૩ મી.લી/૧૦ લી. પાણી) અથવા કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૭૫ એસ.જી. (૧૦ ગ્રામ/૧૦ લી. પાણી) અથવા ફ્લુબેન્ડિયામાઇડ ૪૮૦ એસ.સી. (૩ મી.લી/૧૦ લી. પાણી) અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઇ.સી. (૧૦ મી.લી/૧૦ લી. પાણી) મુજબ છંટકાવ કરવો અને જરુર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ બાદ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા જણાવવામાં આવે છે.

Advertisement

આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!