Chhota Udepur

છોટાઉદેપુર ખાતે જિલ્લા સંકલન સમિતિ સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનમાં જીલ્લા સંકલન સમિતિ હોલમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિ સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાવમાં આવી હતી. જિલ્લા સંકલન સમિતિની ભાગ-૧ની બેઠક કે જેમાં છોટાઉદેપુરના રાજ્યસભાનાં સાંસદ નારણભાઈ રાઠવાએ વિવિધ મુદ્દે રજૂ કરેલા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે. જેમાં ભારજ નદી પરનાં જર્જરિત બ્રિજ, છોટાઉદેપુરની કેટલીક શાળાઓમાં મંજૂર થયેલ કમ્પ્યુટર લેબ તેમજ બ્લડબેંક શરૂ કરવાનાં પ્રશ્નો અંગે વિગતે ચર્ચા કરાઈ હતી. આ ચર્ચા દરમિયાન કલેક્ટર સ્તુતિ ચારણ તથા જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ જરૂરી સૂચનો કર્યા હતા. તથા સંબંધિત અધિકારીઓ પાસેથી જવાબો પણ મેળવ્યા હતા.

Advertisement

જ્યારે ભાગ-૨ની બેઠકમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોના સંબંધિત વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી લેવામાં આવે એ જરૂરી છે એમ જણાવ્યું હતું. ભાગ-૨ની બેઠક દરમિયાન GIDCની સ્થાપના માટે ઝડપી કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીને કહેવાયુ હતુ અને તેમને જરૂરી હોય તેવા અધિકારીઓનો સાથ લઈને તેમની GIDCની જરૂરિયાત અંગે જાણ કરવા જણાવાયુ હતુ. તેમજ ખાતાકીય તપાસ, વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓના બાકી પેન્શન કેસો, અંગે ધ્યાન આપવાની વાત કરાઈ હતી.
બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર કે.ડી.ભગતએ કર્યું હતું. બેઠકમાં પ્રયોજના વહીવટદાર સચિનકુમાર, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ તથા જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version