Chhota Udepur
જીલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જીલ્લાના મુખ્યમથક એવા છોટાઉદેપુર શહેરના જીલ્લા સેવાસદનમાં કલેકટરની અધ્યક્ષતામાં આજરોજ માહે મેં-૨૦૨૩ સુધીના કાર્યોની સમીક્ષા કરવા માટે જીલ્લા કક્ષાની સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર ઉપરાંત, ડીડીઓ ગંગાસિંહ, એસપી ધર્મેન્દ્ર શર્મા, પ્રા.વહીવટદાર સચીનકુમાર, આરએસી કેડી ભગત, છોટાઉદેપુર મતક્ષેત્રના ધારાસભ્ય રાજેન્દ્ર સિહ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી, રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા તેમજ અન્ય કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓ આ બેઠક માં જોડાયા હતા. આ બેઠકમાં વઢવાણના રોડની મંજુરી, નગરપાલિકાના કેટલાક કામોની સમીક્ષા, વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનની બાકી રહેલી સનદો, ખેતી વિષયક વીજ કનેક્શન, લાંબા સમયથી જીલ્લાના જે કેદીઓ જેલમાં છે
તેમની છોડવાની શક્યતાઓ, સરકારી કોલેજ બિલ્ડીંગની બાંધકામ અંગે ચર્ચા, જીલ્લામાં આદિવાસી ભવન, રેનબસેરા માટેની જોગવાઈ, નવી આંગણવાડીઓ બનાવવા માટેની જોગવાઈ, જીલ્લામાં પ્રાથમિક શિક્ષણના સ્તરને સુધારવા માટેના આયોજન, નસવાડીના દબાણો દૂર કરવા માટેની રજુઆતો વગેરે બાબતો પદાધિકારીઓ તેમજ અધિકારીઓ વચ્ચે ચર્ચા થવા પામી હતી. આ મીટીંગની સાથે સાથે જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકમાં દાવા અરજીઓનો નિકાલ, બીપીએલ કાર્ડ બનાવવા માટેની જોગવાઈઓ તેમજ અન્ન સલામતી કાયદા અન્વયે પુરવઠાની ઉપલબ્ધિઓ તેમજ અન્ય પ્રવૃતિઓ અંગે ચર્ચા વિચારણા થઈ હતી.