Mahisagar
બકરી ઈદને લઈ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ

સલમાન મોરાવાલા
મહીસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં બકરી ઈદ તહેવારને ધ્યાનમાં રાખી સંતરામપુર નગરના હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી.
જેમાં સંતરામપુર પોલીસ સ્ટેશન ના PI .કે.કે. ડિંડોર અને કરશન માલીવાડ ની ઉપસ્થિતિ માં હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓ, વડીલો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. સાથે સંતરામપુર નગરના નગરજનો સાથે મળી તમામ તહેવારો શાંતી અને ભાઇચારા થી ઉજવે તેવી અપીલ કરી હતી.આજની બેઠક માં બંને સમાજ ના અગ્રણી દ્વારા શહેર માં શાંતિ અને સલામતી સાથે તહેવાર ઉજવવાની ખાત્રી આપી હતી