Chhota Udepur

કલેકટરનાં અધ્યક્ષ સ્થાને છોટાઉદેપુર ખાતે ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ હતી.

Advertisement

દર છ મહિને યોજાતી જિલ્લા ટીબી ફોરમ ની મિટિંગ માં જેમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર તથા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો સીબી ચોબીસા , મુખ્ય જિલ્લા મેડિકલ ઓફિસર ડો સમીર પરીખ,આરસીએચઓ ડો.એમ ટી છારી,જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, ડબલ્યુએચઓ કલ્સન્ટન્ટ ડો.મેકવાન, જિલ્લા લીગલ સર્વિસિસ ઓથોરિટી નાં જેડી સોલંકી, ડાપકુ વડોદરા ના ભરતભાઈ પરમાર,સરકારી વકીલ જેબી પુરાણી,જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો હિરેન ગોહિલ, જિલ્લા એપીડેમીક મેડિકલ ઓફિસર ડો.ગણેશ ચૌધરી,તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ઓ‌ ડો. મનહર રાઠવા, ડો પ્રશાંત વણકર, ડો.અરૂણ ચૌધરી ,ડો.વિકાસ રંજન, જિલ્લા પંચાયત નાં આરોગ્ય કો- ઓર્ડીનેટર સદ્દામ મકરાણી,જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંગભાઈ રાઠવા, સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના અશ્વિન ભાઈ રાઠવા,મનહરભાઈ વણકર તથા પરેશભાઈ વૈદ તથા જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર નાં આઇસીટીસી કાઉન્સિલર સંજયભાઈ રાઠવા, એઆરટી કાઉન્સિલર મયુરસિંહ ચૌહાણ સહિત કર્મચારીઓ ઉપરાંત દીપક ફાઉનડેશન ,વિકલ્પ સ્ત્રી સંગઠન ,મોડ ઇંડિયા એનજીઓ ના પ્રતિનિધિ, તથા સાજા થયેલા ટીબી ના દર્દી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટીબી ફોરમ ની મિટિંગ માં જિલ્લા માં ટીબી રોગના દર્દીઓ ને મળતી સેવાઓ બાબતે જિલ્લા કલેકટરે જાણકારી મેળવી હતી તથા સમુદાય માંથી સો ટકા દર્દીઓ શોધી શકાય તે માટે સ્ક્રીનીંગ તથા પ્રાઈવેટ સેક્ટર માંથી પણ નોટીફિકેશન વધારવા તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓ અધવચ્ચે દવા બંધ ન કરે અને મરણ નો દર નીચો રહે તેવા પ્રયાસો કરવા માટે ખાસ ટકોર કરી હતી.

Advertisement

જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણે વડાપ્રધાનના ૨૦૨૫ સુધી માં દેશ માંથી ટીબી રોગ ને નાબૂદી માટે કરેલ આહવાન અને તે માટે એપ્રિલ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબી ના દર્દી ને દર મહિને પાંચસો રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડી બી ટી) પધ્ધતિ થી આપવામાં છે તે ઉપરાંત જિલ્લા માં થી અન્ય દાતા ઓનાં સહયોગ થી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રીશન કીટ તમામ સારવાર લઈ રહેલા દર્દીઓને મળી રહે તેવા પ્રયાસો કરવા માટે નો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત ટીબી મુક્ત પંચાયત ના માપદંડ તથા જિલ્લા માં નિક્ષય મિત્ર ની ટીબી કાર્યક્રમ માં ભાગીદારી વિશે વાત કરી હતી, તેમજ વર્ષ ૨૦૨૩ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ ટીબી વિભાગની કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું

Advertisement

Trending

Exit mobile version