Chhota Udepur
જિલ્લા સેવા સદન નાં સંકલન હોલમાં જિલ્લા કલેકટર શ્રી નાં અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ.
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા જિલ્લા સેવાસદન ના સંકલન હોલ ખાતે માન જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ના અધ્યક્ષ સ્થાને ટીબી ફોરમ ની મિટિંગ યોજાઈ હતી.
જેમાં આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા,આરસીએચઓ ડો.એમ ટી છારી,જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ, જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો હિરેન ગોહિલ, જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે થી આ.હો.એ. ડો. રાહુલ ગામિત, જિલ્લા નાં તાલુકા આરોગ્ય અધિકારી ઓ ડો. મનહર રાઠવા, ડો પ્રશાંત વણકર,ડો અરૂણ ચૌધરી તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં મેડિકલ ઓફિસર ડો કુલદીપ શર્મા, ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન છોટાઉદેપુર જિલ્લા નાં પ્રતિનિધિ ફિઝિશય ન ડો. મિતેશ રાઠવા, જિલ્લા પંચાયત નાં આરોગ્ય કો- ઓર્ડીનેટર સદ્દામ મકરાણી,જિલ્લા પ્રોગ્રામ કોઓર્ડિનેટર કુલદીપસિંહ ગોહિલ, જિલ્લા ટીબી એચઆઇવી કો-ઓર્ડીનેટર વાલસિંહભાઈ રાઠવા, સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ના અશ્વિન ભાઈ રાઠવા,મનહરભાઈ વણકર તથા પરેશભાઈ વૈદ તથા સહિત કર્મચારીઓ ઉપરાંત દીપક ફાઉનડેશન ,વિકલ્પ સ્ત્રી સંગઠન ,મોડ ઇંડિયા એનજીઓ ના પ્રતિનિધિ, તથા સાજા થયેલા ટીબી ના દર્દી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટીબી ફોરમ ની મિટિંગ માં જિલ્લા માં ટીબી રોગના દર્દીઓ ને મળતી સેવાઓ બાબતે જિલ્લા કલેકટર જાણકારી મેળવી હતી તથા સમુદાય માંથી સો ટકા દર્દીઓ શોધી શકાય તે માટે પ્રાઈવેટ સેક્ટર માંથી પણ નોટીફિકેશન વધારવા તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓ અધવચ્ચે દવા બંધ ન કરે અને મરણ નો દર નીચો રહે તેવા પ્રયાસો કરવા ટકોર કરી હતી.
વડાપ્રધાનના ૨૦૨૫ સુધી માં દેશ માંથી ટીબી રોગ ને નાબૂદી માટે કરેલ આહવાન અને તે માટે એપ્રિલ ૨૦૧૮ થી શરૂ કરવામાં આવેલ નિક્ષય પોષણ સહાય અંતર્ગત દરેક ટીબી ના દર્દી ને દર મહિને પાંચસો રૂપિયા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(ડી બિ ટી) પધ્ધતિ થી આપવામાં છે તે ઉપરાંત અન્ય દાતા ઓનાં સહયોગ થી વધારાનું પૌષ્ટિક આહાર માટે ન્યુટ્રીશન કીટ તમામ સારવાર લઈ રહેલા દર્દીઓને મળી રહે તેવુ આયોજન થાય તેવી આશા ઓ વ્યક્ત કરી હતી.
જ્યારે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ એ ટીબી મુક્ત પંચાયત ના માપદંડ તથા જિલ્લા માં નિક્ષય મિત્ર ની ટીબી કાર્યક્રમ માં ભાગીદારી વિશે વાત કરી હતી, તેમજ વર્ષ ૨૦૨૨ દરમ્યાન છોટાઉદેપુર જિલ્લામાં કરવામાં આવેલ ટીબી વિભાગની કામગીરી નું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.