Chhota Udepur
જીલ્લા બાળ સુરક્ષા એકમ છોટાઉદેપુર દ્વારા જીલ્લા બાળ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ

પ્રતિનિધિ, કાજર બારીયા
આજ રોજ તા.૨૩/૦૫/૨૦૨૩નાં રોજ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની રીવ્યુ બેઠક યોજવામાં આવેલી હતી. જે અંતર્ગત કમિટીના તમામ સભ્યો અને સભ્ય સચિવ જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ચિંતન એમ. માકાણા તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીનાં અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, સ્વૈચ્છીક સંસ્થા દીપક ફાઉન્ડેશન જબુગામની ટીમ હાજર રહેલ હતી.

જેમાં કલેક્ટર છોટાઉદેપુર દ્વારા બાળ સુરક્ષા પર ભાર આપતા જણાવેલ કે બાળ સુરક્ષા માટે તમામ સંલગ્ન વિભાગોએ સાથે રહીને કામગીરી કરવાની રહેશે. તથા ગ્રામ્ય લેવલે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા તાલુકા લેવલે તાલુકા બાળ સુરક્ષા સમિતિ નિયમિત યોજવા સુચન કરવામાં આવેલ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રવિદાસ રાઠવા દ્વારા તમામ સભ્યઓનો આભાર વ્યક્ત કરાયો હતો.