Connect with us

Panchmahal

પંચમહાલ પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ

Published

on

a-meeting-of-the-district-tribal-development-board-was-held-under-the-chairmanship-of-panchmahal-in-charge-minister-kuberbhai-dindor

આજરોજ પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત કલેકટર કચેરી સભાખંડ ખાતે પંચમહાલ જીલ્લાના પ્રભારી અને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટેના ન્યુ ગુજરાત પેટર્ન ફંડનું વિવિધ તાલુકાની આદિજાતિ વિકાસ સમિતિઓ તરફથી સૂચિત થયેલ આયોજન મંજૂર કરાયું હતું.આ સાથે વર્ષ ૨૦૨૧-૨૨ અને વર્ષ ૨૦૨૨-૨૩ના બાકી કામોની સમીક્ષા કરાઈ હતી.ગત તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ ની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહીને મંજૂર કરાઈ હતી.
આ બેઠકમાં પંચમહાલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૩-૨૪ની રૂ.૧૦૫૭.૩૯ લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મળેલ રૂ.૧૨૪૯.૩૦ લાખના ૭૭૯ કામોનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.છેલ્લા ૨ વર્ષના બાકી કામોની કામવાર પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

Advertisement

a-meeting-of-the-district-tribal-development-board-was-held-under-the-chairmanship-of-panchmahal-in-charge-minister-kuberbhai-dindor

બેઠકમાં મંત્રીના અધ્યક્ષસ્થાનેથી ગોધરા તાલુકાના રૂ.૧૨૮.૯૮ લાખના ૧૩૧ કામો, કાલોલ તાલુકાના રૂ.૪૦.૫૨ લાખના ૩૫ કામો, ઘોઘંબા તાલુકાના રૂ.૩૨૫.૮૭ લાખના ૨૦૦ કામો, હાલોલ તાલુકાના રૂ.૧૭૯.૮૫ લાખના ૧૧૩ કામો, જાંબુઘોડા તાલુકાના રૂ.૪૧.૮૯ લાખના ૨૫ કામો, શહેરા તાલુકાના રૂ.૭૫.૪૫ લાખના ૮૪ કામો, મોરવા (હ) તાલુકાના રૂ.૨૪૧.૭૦ લાખના ૧૯૧ કામોનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લાના પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે આદિજાતિના લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવે અને તેમનો સર્વાગી વિકાસ થાય તે માટે રાજય સરકાર સક્રિયપણે સંકલ્પબધ્ધ છે. ટ્રાયબલ વિસ્તારમાં મંજુર કરાયેલા કામો સયમમર્યાદામાં પૂર્ણ કરી પંચમહાલ જિલ્લાના વિકાસને વેગ અપાશે. તેમણે કહ્યું કે શિક્ષણ,રોડ,પાણીને લગતા કામોને અગ્રતા આપી આદિજાતિ વિસ્તારનો સર્વાગી વિકાસ થાય તેવા પ્રકારના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ મંત્રીશ્રી અને તમામનું સ્વાગત તથા પ્રાયોજના વહીવટદારએ બેઠકનું સંચાલન અને આભારવિધિ રજૂ કરી હતી.

Advertisement

આજની આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી,ધારાસભ્ય સર્વશ્રી નિમિષાબેન સુથાર, સી.કે.રાઉલજી, ફતેહસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  • ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મળેલ રૂ.૧૨૪૯.૩૦ લાખના ૭૭૯ કામો કરાયા મંજૂર
  • આદિજાતિ લોકોના જીવન ધોરણમાં પરિવર્તન આવે અને તેમનો સર્વાગી વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર સક્રિયપણે સંકલ્પબધ્ધ – મંત્રી કુબેરભાઈ ડિંડોર
error: Content is protected !!