Chhota Udepur
આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનાં પ્રચાર અર્થે છોટાઉદેપુરના ગુનાટા ખાતે બેઠક યોજાઇ

પ્રતિનિધિ, કાજર બારીયા
કવાંટ તાલુકાના હમીરપુરા ખાતે જાન્યુઆરી મહિનામાં યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન નાં આયોજન અને પ્રચાર પ્રસાર નાં ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશ સરહદી ગામ ગુનાટા ખાતે એક જાગૃતતા બેઠક યોજાઇ હતી જેમાં છોટાઉદેપુર ખાતે થી વાલસિંહભાઇ રાઠવા, ગોપાલભાઈ રાઠવા તેમજ કવાંટ ખાતે થી શનીયાભાઇ રાઠવા, વિજયભાઈ રાઠવા તેમજ કિર્તન ભાઇ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહી આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ને સફળ બનાવવા માટે જરૂરી સહયોગ કરવા તેમજ વધુ સંખ્યામાં લોકો જોડાવા માટે આમંત્રણ અને અપીલ કરી હતી.
બેઠક માં ગુનાટા ગ્રામ પંચાયત નાં સરપંચ નારસિગભાઇ રાઠવા, તથા નાગરસિંહભાઇ રાઠવા,નંદુભાઇ રાઠવા સહિતના સ્થાનિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા