Gujarat

ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જીલ્લા કક્ષાએ આગમચેતી પગલા લેવા બેઠક યોજવામાં આવી

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન યોજના હેઠળ પ્રિમોન્સૂન કામગીરી માટે જિલ્લા કક્ષાની બેઠક કલેક્ટર ઓફિસમાં યોજવામાં આવી હતી. કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મિટિંગમાં ડીડીઓ, પ્રાંત અધિકારી, પ્રાયોજના અધિકારી, ડીઆરડીએના ડાયરેક્ટર, ડીવાયએસપી, તમામ મામલતદારો, પુરવઠા અધિકારી તેમજ અન્ય કચેરીઓના વિવિધ અધિકારીઓ જોડાયા હતા. ગત વર્ષ બોડેલી તાલુકામાં આવેલા પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ વર્ષે આગમચેતી આયોજનના ભાગરૂપે કલેક્ટરે તમામ અધિકારીઓને સાવચેત રહેવા સૂચનો કર્યા હતા.

Advertisement

ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, યોગ્ય કોમ્યુનિકેશન, વિવિધ તાલીમ, વાવાઝોડાની ચેતવણીના અમલ, ઉપલબ્ધ સંસાધનો અને મેનપાવરનો ઉપયોગ, આપત્તિ બાદની બચાવ કે રાહત કામગીરી જેવી વિવિધ બાબતોને ધ્યાને રાખી વિવિધ કચેરીઓનું સંકલન કરી આયોજન કરવા કલેકટર કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

Trending

Exit mobile version