Kheda
અંઘાડી માં મેગા મેડીકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંગાડી ગ્રામ પંચાયત કચેરી ખાતે ભાલેજ જનરલ હોસ્પિટલ ના સહયોગથી આજરોજ સવારે ૧૧:૦૦ કલાકે થી બપોરે ૩:૦૦ કલાક સુધી વિવિધ રોગોની તપાસણી માટે ના નિઃશુલ્ક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લીધો હતો. આ કેમ્પ માં ડૉ. ઇન્દ્રજીત રાઠી (એમ.એસ. સર્જન), ડૉ. અમિત મિસ્ત્રી (એમ.એસ. ફિજીશિયન), ડૉ. ભાર્ગવ દેસાઈ (એમ.એસ. ઓર્થો), ડૉ. અવની પટેલ (એમ.એસ ગાયનેક), ડૉ. ડિમ્પલ ઇસરાણી (બી.ડી.એસ), ડૉ. ભવાની રાજપૂત (એમ.બી.બી. એસ), તેમજ બીજો મેડિકલ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
ભાલેજ જનરલ હોસ્પિટલ માં આજસુધી ૧૦૫ થી વધારે ડિલેવરી સફળતા કરવામાં આવી તેનું સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૧૫૦ થી વધારે ગ્રામજનોએ લાભ લીધો હતો.અંગાડી ના અગ્રણી ઐયુબભાઈ વહોરા, વિનુ ભાઈ કાશીભાઈ પટેલ (પૂ.કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત), નરેન્દ્ર સિંહ ભગવાનસિંહ ચૌહાણ (પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય) સહિત ના આગેવાનો એ કેમ્પ નું આયોજન કર્યું હતું.આ પ્રસંગે ભાલેજ જનરલ હોસ્પિટલ ના ટ્રસ્ટી જુનેદ વહોરા (મોદી) અને તેમની ટીમ પણ કેમ્પના વહીવટ માં હાજર રહ્યા હતા. સાથે અંઘાડી ગ્રામ પંચાયત સરપંચ મિનેશ ભાઈ પટેલ દ્વારા ડોક્ટર ટીમ અને સ્ટાફ નું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રતિનિધિ : રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર