Panchmahal
ઘોઘંબા અને કણબી પાલ્લીને જોડતા કરાડ નદીના પુલ ઉપર માટી ધસી આવતા કીચડ
યોગેશ કનોજીયા, ઘોઘંબા
ઘોઘંબા તાલુકામાં વરસેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના બનાવ બન્યા છે જેમાં ઘોઘંબા અને કણબી પાલ્લીને જોડતા કરાડ નદીના બ્રિજ ઉપર આજુબાજુની માટીનું ધોવાણ થતાં માટી પુલ ઉપર આવી જતા પુસ્કળ પ્રમાણમાં કિચડ થયું હતું. કિચડનને કારણે અહીંથી પસાર થતાં 30 એક જેટલા ગામોના વાહન ચાલકો પર અસર પહોંચી છે.
બે પૈડાવાળા વાહનો માટે આ પુલ માથાનો દુખાવો બની ગયો છે બે ફૂટના કિચડના થરમાં ફસાઈ જવાથી બાઇક સ્લીપ ખાઈ જવાના બનાવો બન્યા છે પગપાળા પસાર થતાં રાહદારીઓને પુલની રેલિંગ પકડીને સામે પાર જવું પડે છે શાળાએ અવર-જવર કરતા બાળકોની હાલત કફોડી બની હતી. આ મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા તંત્રને અરજી આપી હતી છતાં પણ તંત્ર દ્વારા આ મુદ્દાને ધ્યાને ન લેતા આ સમસ્યા સર્જાઇ હતી.
તંત્ર દ્વારા તાત્કાલિક પુલ ઉપરથી કિચડ દૂર કરી રાહાદારીઓ માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી.