Ahmedabad
વિવાદીત ભુતકાળ ધરાવતી મલ્ટી મીડીયા કન્સલટન્સીને મ્યુનિ.કોર્પોના ડ્રીમ પ્રોજેકટ માં બ્લેકલિસ્ટ કરવા માંગ
મહંમદપુરા ફલાયઓવર તથા હાટકેશ્વર ફલાયઓવર બ્રિજના કામમાં વિવાદીત ભુતકાળ ધરાવતી મલ્ટી મીડીયા કન્સલટન્સીને મ્યુનિ.કોર્પોના ડ્રીમ પ્રોજેકટ એવા ખારીકટ કેનાલ બ્યુટીકીકેશન તથા ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના ડીઝાઇન કન્સલટન્ટ તરીકેના વધુ કામો આપી ભષ્ટ્રાચારને વધુ વેગવાન બનાવતું સત્તાધારી ભાજપ ડીઝાઇન કન્સલટન્ટ તથા બ્રિજ એક્ષપર્ટ કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સીને દુર કરી તાકીદે બ્લેકલીસ્ટ કરો
થોડા સમય અગાઉ ઔડા દ્વારા મહંમદપુરા ફલાયઓવર બ્રિજ બનાવેલ તે બ્રિજ તુટી જવા પામેલ તે બ્રિજના પી.એમ.સી. તરીકે ઔડા દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સી નામની કંપનીને કામ આપેલ હતું તે કંપની દ્વારા પી.એમ.સી. તરીકે કરવાની થતી કામગીરી પ્રત્યે બેદરકાર રહી ગેરરીતી થવા બદલ મલ્ટી મીડીયા કન્સલટન્સી ને તાકીદે દુર કરેલ હતી તેમ છતાં ત્યારબાદ જુલાઇ -૨૦૨૨માં અમદાવાદ મ્યુનિ.કોર્પો.દ્વારા મલ્ટી મીડીયા કન્સલટન્સીને બ્રીજ એક્ષપર્ટ કન્સલટન્સી તરીકે નિમણુંક આપેલ જે આશ્ચર્યજનક બાબત છે
હવે નવાઇજનક બાબત તો એ છે કે હાલમાં ડ્રીમ પ્રોજેકટ તરીકે ગણાય છે ગત ચૂંટણી સમયે વાહવાહી લુટંવા તાકીદે કામો લાવી ખાતમુર્હતો કરેલ એવા ૧૨૦૦ કરોડોના માતબર ખર્ચે થનાર ખારીકટ કેનાલના ડેવલપમેન્ટના કામમાં ૧૨૦૦ કરોડના કુલ કામના ૧.૦ % ના મુજબ રૂા.૧૨.૦૦ કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટના કામમાં મ્યુ.કોર્પોનો હિસ્સો રૂ।.૨૩૫ કરોડ આવે છે તે રૂ।.૨૩૫ કરોડના કામમાં કુલ કામના ૦.૯ % ના મુજબ રૂા.૨.૧૨ કરોડનું ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપવામાં આવેલ છે
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, જે કન્સલટન્ટ તરીકે વિવાદીત ભુતકાળ ધરાવતો હોય તેની કામગીરી સંતોષકારક ના હોય તેવા કન્સલટન્ટને વધુ કામ આપવા બાબતે કોનું હિત સચવાયેલ છે ? તે તપાસ માંગી લે તેવી બાબત છે સાથે સાથે સત્તાધારી ભાજપ ડ્રીમ પ્રોજેકટ તરીકે ગાણાં ગાય છે તે ગાંધી આશ્રમના ડેવલપમેન્ટના કામમાં ડીઝાઇન કન્સલટન્ટ તરીકે કામ આપી ભાજપ દ્વારા ગાંધીજીના નામને પણ વટાવી ધનસંચય કર્યાની બુ આવી રહી છે
ખરેખર તો વિવાદીત ભુતકાળ ધરાવતો હોય, કામગીરી પ્રત્યે બેદરકાર રહી ગેરરીતી કરેલ હોય તેવા કોન્ટ્રાકટર તથા કંપનીને તાકીદે બ્લેકલીસ્ટ કરવાની હોય તેની બદલે અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના શાસકો દ્વારા તેને નવાજીને વધુ કામો આપી શિરપાવ આપવામાં આવેલ છે જેથી ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ તથા ખારીકટ કેનાલનું બ્યુટીકીકેશન તથા બ્રિજના કામોમાં ગેરરીતી, ભષ્ટ્રાચાર તથા કામમાં હલકી ગુણવત્તા થવાની સંભાવનાઓ વધુ વકરતી જશે તેમાં કોઇ શકાંને સ્થાન નથી જેથી ઉપરોક્ત કામોમાં ડીઝાઇન કન્સલટન્ટ તથા બ્રિજ એક્ષપર્ટ કન્સલટન્ટ તરીકે મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે દુર કરી વિવાદીત ભુતકાળ ધરાવતી મલ્ટી મીડીયા કન્સલટન્સીને તાકીદે બ્લેકલીસ્ટ કરવા કોંગ્રેસ પક્ષની માંગણી છે