Gujarat
હત્યારી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો, પોતે વિધવા બની

સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવતા સોખડા ગામની સીમમાં આવેલ કુબેર એક્ઝિમ નામની કંપનીમાં કામ કરતા પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્નીએ પાઇપ મારતા પતિનું કરૂણ મૃત્યુ નીપજતા મંજુસર પોલીસે પત્ની વિરૂધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
સોખડા ગામની સીમમાં હરિધામ રોડ પર કુબેર એક્ઝિમ નામની કંપનીમાં રજાકખાન નામના ઇસમની પત્ની રઈશાબાનું એ પાઇપ મારતા પતિ મૃત્યુ પામ્યો
બનાવના પગલે મંજુસર પોલીસે કંપની માલિકની ફરિયાદના આધારે પત્ની રઈશાબાનુ વિરૂધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી