Gujarat
૨૮ થી ૩૧ માર્ચ અનુબંધમ જોબ પોર્ટલ પર નામ નોંધણી કેમ્પ યોજાશે
મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, તરસાલી ખાતે અશિક્ષિતથી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા અને યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર (યુઈબી) એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસ, ચમેલી બાગ, વડોદરા ખાતે માસ્ટર અને ટેકનીકલ ગ્રેજયુએટ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ર્રોજગારી, એપ્રેન્ટીસ, સ્વરોજગારની તકો માટે તેમજ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ રોજગાર અને શિક્ષણ ,લશ્કરી ભરતી, સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગે વ્યવસાયિક અને કારકિર્દી માર્ગદર્શન વિનામૂલ્યે માર્ગદર્શન મેળવવા, મેન્યુલી નામ નોંધણી, રીન્યુ અને લાયકાત અપડેશન કરવામા આવતુ હતું. ઓગસ્ટ ૨૦૨૧ અનુબંધમ પોર્ટલ પર ઓનલાઈન કરવામા આવી રહ્યુ છે.
ગુજરાત સરકાર દ્વારા રોજગારવાંચ્છુ અને નોકરીદાતાને જોડવા માટે અને તમામ રોજગાર કચેરીની સેવાનો ઓનલાઈન લાભ લેવા www.anubandham.gujarat.gov.in અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઈલ એપની શરુઆત કરેલ છે . હાલ આ પોર્ટલ પર સરકારી અને ખાનગી નોકરીદાતા દ્વારા તમામ વેકન્સીઓ પોસ્ટ કરવામા આવી રહી છે તેની સામે પોર્ટલ પર નોંધાયેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપલબ્ધ વેકન્સી સામે એપ્લાય કરીને રોજગારી એપ્રેન્ટીસ, ઈન્ટર્નશીપની તકો મેળવી શકે છે. જિલ્લા અને શહેરના રોજગાર કચેરી ખાતે નોંધાયેલા જે ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવેલ નથી, તેઓ માટે તા. ૨૮.૩.૨૦૨૩ ના રોજ વડોદરા શહેરના ઉમેદવારો માટે મદદનીશ નિયામક (રોજગાર )કચેરી, તરસાલી વડોદરા તેમજ યુનિવર્સીટી રોજગાર કેન્દ્ર (યુઈબી) ઓફીસ, એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસ ચમેલી બાગ, તેમજ તરસાલી, દશરથ,ગોરવા (જનરલ), ગોરવા (મહીલા માટે )અને ગોત્રી સરકારી આઈટીઆઈ કોમ્પ્યુટર લેબ ખાતે સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ કેમ્પ યોજાશે.
તા.૨૯.૩.૨૦૨૩ના રોજ કરજણ, સાવલી, શીનોર અને પાદરા સરકારી આઈટીઆઈ કોમ્પ્યુટર લેબ ખાતે તેમજ તા ૩૧.૩.૨૦૨૩ ના રોજ ડભોઈ અને વાધોડીયા સરકારી આઈટીઆઈ કોમ્પ્યુટર લેબ ખાતે સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ દરમિયાન અનુબંધમ નામ નોંધણી કેમ્પ અને રોજગાર સ્વરોજગાર માર્ગદર્શન આપવામા આવશે.નામ નોંધણી માટે ઉમેદવારો રોજગાર કચેરીનું જુનું કાર્ડ તેમજ આધાર કાર્ડ અને છેલ્લા અભ્યાસની માર્કશીટ સાથે સ્વ ખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારી વડોદરાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.