Connect with us

Vadodara

પારુલ યુનિવર્સિટીમાં ‘વૈકલ્પિક વિવાદ નિરાકરણ દ્વારા ન્યાયની પહોંચ’ વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

Published

on

A national conference on 'Access to Justice through Alternative Dispute Resolution' was held at Parul University

સામાજિક સુધારા માટે કાર્યરત સંભવ ઈનીશીએટીવ અને યુએનેસીસીસીના સંયુક્ત ઉપક્રમે પારુલ યુનિવર્સિટીની લો ફેકલ્ટીના સહયોગથી ‘વૈકલ્પિક વિવાદ નિરાકરણ દ્વારા ન્યાયની પહોંચ’ વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી.
આ કોન્ફરન્સમાં ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ જજ સી. કે. ઠક્કર, મુકુંદકમ શર્મા,ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના જજ વૈભવી નાણાવટીતથા ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલયના નાયબ સચિવ ડૉ. અતુલ ત્યાગી,ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાયબ સચિવ ડૉ. સહદેવ સિંહ ઉપસ્થિત રહ્યાં હતા.સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ જજ સી. કે. ઠક્કર દ્વારા મધ્યસ્થા પ્રક્રિયા દ્વારા કેવી રીતે ન્યાય મળી શકે તેમજ તેમના દ્વારા ભારતના બંધારણ દ્વારા નાગરિકોને જે હક આપવામાં આવ્યા છે તે અંગે જાણકારી આપી હતી.

A national conference on 'Access to Justice through Alternative Dispute Resolution' was held at Parul University

સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ જજ મુકુંદકમ શર્માએ ન્યાયતંત્ર માં મધ્યસ્થી પ્રક્રિયાનું શું મહત્વ છે તે વિશે માહિતી આપી બંધારણનાં આર્ટિકલ ૧૪ અને ૨૧ ની મહત્વતા વિશે પણ જણાવ્યું હતું. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના જસ્ટિસ વૈભવી નાણાવટીએ લોકઅદાલતનું મહત્ત્વ વિશે જણાવતા કહ્યું કે જે કેસો કોર્ટે માં પેન્ડિંગ હોય છે તે સમયે આ લોકઅદાલત મહત્વનું ઉપકરણ બને છે.તેમજ તેમણે મધ્યસ્થી પ્રક્રિયા વિશે માહિતી આપી હતી.આ કોન્ફરન્સમાં કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ ખાસ કરીને MS અને પારુલની લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ, વકીલો, પોલીસ અધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભવ ઇનીસેટિવનાં ફાઉન્ડર હિરાંશી શાહ તથા UNACCC Gujarat state chairman & જિલ્લા આયુર્વેદિક ઓફિસર ડૉ.સુધીર જોશી દ્વારા કરવામા આવ્યુ હતું.

Advertisement
error: Content is protected !!