Connect with us

Chhota Udepur

છોટાઉદેપુરમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલત યોજાશે

Published

on

A National Lok Adalat will be held by the District Legal Service Authority in Chotaudepur

પ્રતિનિધિ, કાજર બારીયા

રાજ્ય કાનૂની સેવા સતા મંડળ, હાઈકોર્ટ અમદાવાદના ઉપક્રમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર દ્વારા તા. ૦૯/૦૯/૨૦૨૩ના રોજ છોટાઉદેપુર જિલ્લા મથકે તેમજ તાલુકા મથકે આવેલ તમામ અદાલતોમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે. સદર લોક-અદાલતમાં દાખલ થયેલા અને અદાલતોમાં કેસ દાખલ થાય તે પહેલા કેસો હાથ પર લેવામાં આવનાર છે. જેમાં ફોજદારી સમાધાન લાયક, નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ-૧૩૮, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતરને લગતા, લગ્ન વિષયક, મજૂર અદાલતના, જમીન સંપાદનને લગતા અને ઇલેક્ટ્રીસીટી અને પાણીના બીલો, રેવન્યુ તેમજ દિવાની પ્રકારના સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવનાર છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ ડી. પી. ગોહિલ દ્વારા પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મૂકી નિર્ણિત કરવામાં આવે તો બંને પક્ષકારોને લાભ કરતાં છે.

Advertisement

A National Lok Adalat will be held by the District Legal Service Authority in Chotaudepur

બંને પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનો નિકાલ થાય અને પક્ષકારો વિવાદ મુક્ત બને છે. પક્ષકારોની સમજણ અને સમજૂતીથી કેસની નિકાલ થાય તો અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છૂટકારો મળે છે. જેથી તા. ૦૯/૦૯/૨૦૨૩ ના રોજ યોજાનાર નેશનલ લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા અને જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મુકવા માગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક-અદાલતમાં મૂકવા કાર્યવાહી હાથ ધરી શકે છે. લોક અદાલત માટેની આ નોંધ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરની કચેરીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Advertisement
error: Content is protected !!