Gujarat
આદિવાસી સંસ્કૃતિ અને સાહિત્ય વિષય પર રાષ્ટ્રિય સેમિનાર યોજાશે

ભરૂચ જિલ્લામાં આવેલ સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ ખાતે તા. ૧૧ માર્ચ ના રોજ યોજાનાર આદીવાસી સંસ્કૃતિ અને સાહિત્ય નામના રાષ્ટ્રીય સેમીનાર નું ઉદઘાટન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા હસ્તે કરવામાં આવશે.
આ રાષ્ટ્રીય કક્ષાના સેમીનારમાં બીરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. મધુકર પાડવી, મધ્યપ્રદેશની અમરકંટક ટ્રાઈબલ યુનિવર્સિટી ના પ્રો. પ્રમોદકુમાર, નાસીક કૉલેજના પ્રો. શંકર ભોયે, ગુજરાત તથા ભારતના નામાંકિત વિદ્વાનો અને પ્રોફેસરો પોતાનું જ્ઞાન પીરસશે. આ સેમિનારના સંયોજક ડૉ. જસવંત રાઠોડે જણાવ્યું હતું કે આ વિમર્શમાં દેશના અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ ભાગ લેશે.
કૉલેજ ના આચાર્ય ડૉ. જી. આર. પરમારના સફળ નેતૃત્વ હેઠળ યોજાનાર આ સેમીનારના ઉપસંહાર સત્રમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા અધ્યક્ષપદ શોભાવશે.
(અહેવાલ તસ્વીર:-/સલમાન મોરાવાલા સંતરામપુર)