aanand
200 ફૂટ ના અવઢ કૂવામાં પડેલા બાળવાનરને પ્રકૃતિ પ્રેમીએ બચાવી લીધું

આજ રોજ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામ ના ઊડી તલાવડી વિસ્તાર માં 200ફુટ અવઢ કુવા માં એક વાનર નું નાનું બચ્ચુ પડી ગયું હતું, અલારસા ગામ નાં પ્રકૃતિ પ્રેમી નિલેશ પટેલ ને જાણ થતાં તાત્કાલિક વન વિભાગ,બોરસદ નાં આરએફઓ કમલેશ ભાઈ રોહિત ને જાણ કરતા તેઓ એ દયા ફાઉન્ડેશન, કરમસદ દ્વારા રેસ્ક્યું કરવા માં આવ્યુ હતું ભારે જેહમત બાદ બાળ વાનર ને સહી સલામત રીતે બહાર કાઢવા માં આવ્યું હતું, બાળ વાનર સ્વસ્થ હોવાથી બચ્ચાને તેના રહેઠાણની જગ્યાં ઉપર સુરક્ષિત છોડી દેવાં માં આવ્યુ હતું