Panchmahal
હાલોલ ની કલરવ શાળાના વિદ્યાર્થીઓની ખેલકૂદ ક્ષેત્રે એક નવી સિદ્ધિ

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તથા જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા શિક્ષણઅધિકારી કચેરી પંચમહાલ સંચાલિત FIT INDIA રમતગમત સ્પર્ધાના આયોજન દરમિયાન જિલ્લા કક્ષાની સ્પર્ધામાં હાલોલ ની કલરવ શાળાના કુલ ૨૧ વિદ્યાર્થીઓએ ક્રિકેટ સ્પર્ધામાં ભાગ લીધેલ .જેમાં under-14 માં બે વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે.
(1) તનવ જોશીપુરા
( 2) વીર આનંદ
તેમજ under -17 માં
(1) ધ્યેય પટેલની પસંદગી થયેલ છે તે ખૂબ જ ગૌરવની બાબત છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ હવે જિલ્લાની ટીમ માં થી રાજ્ય કક્ષાએ રમવા જશે. આ પ્રસંગે શાળા પરિવારે ત્રણેય વિદ્યાર્થીઓને સન્માનિત કરી અભિનંદન આપવામાં આવેલ છે.