Dahod
ઝાલોદ નગરના મીઠાચોક વિસ્તારમાં નવિન પોલિસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું

ડી.વાય.એસ.પી પટેલ અને પી.એસ.આઈ રાઠવાના હસ્તે મુહૂર્ત કરાયું
ઝાલોદ નગરના મીઠાચોક વિસ્તારમાં આજરોજ તારીખ 17-10-2023 ના રોજ બપોરે 1:30 વાગે નવીન પોલિસ ચોકીનું ઉદ્ઘાટન ડી.વાય.એસપી પટેલ અને પી.એસ.આઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. પોલિસ તંત્રને અવારનવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા મીઠાચોક વિસ્તારમાં પોલિસ ચોકી ખોલવા માંગ કરવામાં આવી રહેલ હતી. અહીંના સ્થાનિક રહેવાસીઓ તેમજ સામાન્ય સુવિધા સચવાય તે હેતુથી છેલ્લા કેટલાય સમયથી મીઠાચોક વિસ્તારમાં એક પોલિસ ચોકી ઉભી થાય તે માટે નગરજનો પોલિસ તંત્ર પાસે માંગણી કરી રહેલ હતા. લોકહિત અને સર્વ સમાજના લોકોની સલામતી માટે ઝાલોદ કેળવણી મંડળ દ્વારા પોલિસ તંત્રને પોલિસ ચોકી ઉભી કરવા માટે સહયોગ આપતા પોલિસ ચોકી માટે જગ્યા ફાળવવામા આવી હતી. આ પોલિસ ચોકીના ઉદ્ઘાટન પ્રસંગે કેળવણી મંડળના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા. ડી.વાય.એસપી પટેલ દ્વારા નવીન ખોલવામાં આવેલ પોલિસ ચોકીમાં પોલિસ તંત્રને લગતી તમામ સેવા અહીંયાં આવનાર સમયમાં આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.