Panchmahal
જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં કણબી પાલ્લી ખાતે રાત્રી ગ્રામસભા યોજાઈ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લી
ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરએ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.
આ સાથે સરકારની કલ્યાણકારી યોજનાઓનો અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. વિધવા અને વૃધ્ધ સહાય યોજના,રસ્તા,વીજ પુરવઠો,પાણી પુરવઠાના પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરએ સબંધિત અધિકારીઓને સત્વરે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
ઘોઘંબા તાલુંકાની મુલાકાત દરમ્યાન જિલ્લા કલેકટરએ કણબી પાલ્લી ગામે તલાટી દફતરની સામાન્ય તપાસણી કરી નિભાવવાના રજીસ્ટર વગેરેની જાત ચકાસણી કરી સબંધિત તમામને જરૂરી સુચનાઓ આપી હતી. ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણા,હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર,મામલતદાર સહિત સબંધીત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.