Panchmahal
કરેણીયા (દલવાડા) ખાતે કલેક્ટર ની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કરેણીયા (દલવાડા) ખાતે જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઈ હતી. આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તથા વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાકીય બાબતોની માહિતી રજૂ કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.ગ્રામલોકોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો જિલ્લા કલેકટરએ ત્વરિત નિકાલ લાવવા સબંધીત ખાતાના વડાને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરએ પશુપાલન,પ્રાકૃતિક ખેતી સહિત સરકારની ચાલતી વિવિધ યોજનાઓ વિશે ગ્રામલોકોને માહિતગાર કર્યા હતા.આ સાથે તેમણે પરેન્ટ્સ એક્ટ વિશે પણ માહિતી આપી હતી.
આ વેળાએ ગ્રામજનો તરફથી આંગણવાડી,શાળા,સિંચાઈ અને રસ્તાઓ બાબતે પ્રશ્નો રજૂ કર્યા હતા.જિલ્લા કલેકટરએ તમામ પ્રશ્નોનો હકારાત્મક અને ત્વરિત નિવારણ માટે સબંધીત વિભાગના અધિકારીઓને સૂચનો કર્યા હતા.રાત્રી ગ્રામસભા પહેલા કલેકટરએ જિલ્લા વિકાસ અધિકારીની સાથે ગામની મુલાકાત લઈને વિવિધ પરિસ્થિતિથીઓથી વાકેફ બન્યા હતા.આ સાથે ગ્રામપંચાયત ખાતે વિવિધ રેકર્ડ ચકાસણી કરીને સબંધીતોને સૂચન કર્યા હતા.
આ પ્રસંગે વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીઓએ સરકારની ચાલતી વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે ગામલોકોને માહિતી આપી હતી.
ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે. આ રાત્રી સભામાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારિયા,પ્રાંત અધિકારી શહેરા, આયોજન અધિકારી,મામલતદાર,સહિત સબંધીત જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ તથા ગામલોકો હાજર રહ્યા હતા.
* વિવિધ સમસ્યાઓના ઝડપી નિવારણ માટે સબંધીત વિભાગોને કરાયો અનુરોધ