Connect with us

Chhota Udepur

આદિવાસી ગ્રામ્ય વિસ્તાર ના પ્રશ્નોના નિરાકરણ માટે રાત્રી સભા યોજાઈ

Published

on

A night meeting was held to resolve the issues of tribal rural areas

પ્રતિનિધિ, કાજર બારીયા
સરકારની વિવિધ યોજનાઓની જાણકારી ગ્રામ્ય સ્તર સુધી પહોંચે અને તેનો લાભ પ્રજાજનો લઈ શકે તે હેતુથી જેતપુરપાવી તાલુકાના ડુંગરવાટ ગ્રામ પંચાયતના પટાંગણમાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડુંગરવાટ ગામે જેતપુરપાવી તાલુકા મામલતદાર મનીષાબેન મણાનીના અધ્યક્ષ સ્થાને રાત્રી સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
ડુંગરવાટ ગ્રામ પંચાયત ખાતે લોકપ્રશ્નોની ચર્ચા કરવા માટે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડુંગરવાટ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા તમામ વિસ્તારના લોકો સાથે વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને તેનું નિરાકરણ કરવામાં આવે તેવી આયોજન અંગે વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રીસભામાં ભવિષ્યમાં કરવામાં આવનાર યોજનાઓની પણ રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં તે વિસ્તારના લોકો હાજર રહ્યા હતા.
A night meeting was held to resolve the issues of tribal rural areas
રાત્રીસભામાં ડુંગરવાટ વિસ્તારના અલગ અલગ પ્રશ્નો મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. પ્રશ્નોના નિરાકરણ માટે કરેલ આયોજનની તથા ભવિષ્યમાં કરવામાં આવનાર આયોજનની રૂપરેખા આપવામાં આવી હતી. ડુંગરવાટ વિસ્તારના લોકોએ મુકેલ વિશ્વાસને પરિપૂર્ણ કરવા ” આપણો સરપંચ તો આપણો સરપંચના સૂત્ર સાથે સરપંચ ઉપ સરપંચ સહિત તમામ સભ્યો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પંચાયતના સરપંચે ગામના લોકોનો તેમજ અધિકારી સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો.

ડુંગરવાટ ગ્રામ પંચાયત દ્વારા વિસ્તારના લોકોના પ્રશ્નો માટે રાત્રીસભા યોજવામાં આવી હતી. આ રાત્રી સભામાં જેતપુરપાવી તાલુકા મામલતદાર, નાયબ મામલતદાર, ખેતીવાડી અધિકારી, એમજીવીસીએલના અધિકારી, મેડીકલ ઓફિસર, ફોરેસ્ટ અધિકારી, તેમજ ડુંગરવાટ ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
* જેતપુરપાવી તાલુકાના ડુંગરવાટ ગ્રામ પંચાયત ખાતે લોક પ્રશ્નોની ચર્ચા માટે આયોજન
* વિસ્તારના રહીશો સાથે વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા કરાઈ

Advertisement
error: Content is protected !!