Chhota Udepur

હોમગાર્ડની ફાયરીંગ તાલીમ માટે ફાયરીંગ બટ વિસ્તારમાં નાગરિકોએ ન જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)

હોમગાર્ડના કર્મચારીઓનો રાજ્યકક્ષાનો લીડરશીપ તાલીમ કેમ્પ સેન્ટ્રલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ, હોમગાર્ડસ, જરોદ, તા. વાઘોડિયા, જિ.વડોદરા ખાતે રાખવામાં આવેલ છે. આ તાલીમાર્થીઓની ૨૯ અને ૩૦ જાન્યુઆરી. દિન-૦૨ સિધી ૩૦૩ રાઈફલની ફાયરીંગ પ્રેક્ટીસ છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુરા ગામની સીમમાં સર્વે નં.૮૨૩(બ) પર રહેલા ફાયરીંગબટ ખાતે યોજાવાની છે આ ફાયરીંગ બટ જીલ્લા કમાન્ડન્ટ, હોમગાર્ડ છોટાઉદેપુર હસ્તક છે. આ સમયગાળા દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ કરવાની હોવાથી કોઈપણ જાતની જાનહાની કે અનિચ્છનીય બનાવ ન બને તેની સાવચેતીના પગલા રૂપે જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.

Advertisement

જેના આધારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી શૈલેશ ગોકલાણી, જી એ એસ ને મળેલી સત્તાની રૂએ ફરમાવ્યું છે કે ઉપરોક્ત જણાવેલા સ્થળ પર પોલીસ ખાતાના અધિકારીઓ/કર્મચારીઓ/ તાલીમાર્થીઓ તથા ખાસ ફરજ સોપાયેલ હોય તેવા વ્યક્તિઓ સિવાય કોઈએ અવર જવર કરવી નહિ કે નદીમાં હોડી હંકારવી નહિ.આ જાહેરનામું તા.૨૯ અને ૩૦ જાન્યુઆરીના રોજ અમલ માં રહેશે. આ હુકમનો ભંગ કરનાર પોલીસ અધીનુયમ-૧૯૫૧ની કલમ ૧૩૧ તથા ઈ.પી.કો-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Trending

Exit mobile version