Panchmahal

શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તક બેંક બનાવવાનો નવતર પ્રયોગ

Published

on

ઘોઘંબા તાલુકામાં આવેલી દુધાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તક બેંક બનાવવાનો નવતર પ્રયોગ રજૂ કરી રહ્યા છે . તેઓના દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણાહુતિ તરફ છે અને જે તે ધોરણના વિદ્યાર્થીઓને ગત વર્ષે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં આપેલા પાઠ્યપુસ્તકો પરત શાળામાં જમા લેવામાં આવે અને આ જ પાઠ્યપુસ્તકો ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓ અગાઉના ધોરણમાં આવવાના છે તેમને વેકેશન પહેલા જ આપી દેવામાં આવે.

દરેક શાળાના શિક્ષકો દ્વારા અગાઉના ધોરણના વિદ્યાર્થીઓના પુસ્તકો આવનાર ધોરણના વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ વેકેશનમાં ટેકનોલોજીના જ્ઞાનથી સારી રીતે ભણી શકે અને આવનારા ધોરણના અભ્યાસક્રમથી પરિચિત થઈ શકે છે. સાથે સાથે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જે નવીન પાઠ્યપુસ્તકો સરકાર દ્વારા આપવામાં આવે છે તેમાં ઘણો બધો ઘટાડો થઈ શકે છે અને સાથે સાથે રાજેશકુમાર પટેલ જણાવે છે કે
જો આ રીતે કાગળોનો બચાવ થશે તો હજારો લિટર પાણીની બચત થશે,પરિવહન માટે હજારો લિટર પેટ્રોલ ડીઝલ અને અન્ય ઈંધણની બચત થશે, લાખો યુનિટ વીજળીની બચત થશે, લાખો કલાકો માનવ શક્તિની બચત થશે, વૃક્ષોનું નિકંદન થતું અટકશે અને પર્યાવરણનો સંતુલન જળવાશે, આર્થિક રીતે સરકારમાં કરોડો રૂપિયાની બચત થશે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ઘટશે, પાણી અને જમીન પ્રદૂષિત થતા અટકશે.
વિદ્યાર્થીઓમાં વસ્તુ સંચય અને જાળવણીના ગુણોનો વિકાસ થશે.

Advertisement

વિદ્યાર્થીઓ મફતમાં મળેલ વસ્તુઓની કદર કરશે, વિદ્યાર્થી વિદ્યાર્થીઓ વચ્ચે મિત્રતા રહેશે,મોંઘી કિંમતના પુસ્તકો રદીમા ન નાખતા તેનો સદુપયોગ થશે.
શાળાના શિક્ષકો માટે પણ ઘણા બધા ફાયદા થશે જેવા કે વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અગાઉના ધોરણનો અભ્યાસક્રમ શીખી શકશે, ટેકનોલોજીની મદદથી ક્યુઆર કોડ ને સ્કેન કરીને સરળતાથી એકમો શીખશે, વેકેશનમાં શિક્ષકો સાથે ફોનથી વાતચીત કરીને આત્મીયતા જળવાશે.સાથે સાથે ગુણોત્સવના પરિણામો પણ સારા આવી શકે છે અને એકમ કસોટી તથા અન્ય કસોટીઓમાં વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવી શકશે.
આવા ઘણા બધા ફાયદાઓ લઈને શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા નવતર પ્રયોગ અમલમાં મૂકવા માટે સમગ્ર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિનંતી સંદેશ પાઠવ્યો છે.

Advertisement

Trending

Exit mobile version