Ahmedabad
અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પર કરાયો બળાત્કાર, બિસ્કિટ આપવાના બહાને આરોપીએ કર્યું હતું દુષ્કર્મ

અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ અમદાવાદમાં દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાના આરોપમાં સોમવારે એક 34 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપીને અમદાવાદ સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપી પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના સાહાપુર શહેરનો રહેવાસી છે.
અહેવાલ મુજબ આરોપીનું નામ જય હલદર (34) છે. તે અમદાવાદમાં મજૂરી કામ કરતો હતો. વાડજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સીજી જોશીએ જણાવ્યું કે આરોપીએ સોમવારે બાળકીને બિસ્કિટ આપવાના બહાને તેના રૂમમાં બોલાવી હતી. પોલીસને ઘટનાની માહિતી મળતા જ એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી.
પોલીસે તે જ રાત્રે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. આરોપી હલદર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને પોક્સો એક્ટની કલમ 363 (અપહરણ) અને 376AB (12 વર્ષથી ઓછી ઉંમરની છોકરી પર બળાત્કાર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.