Panchmahal

પંચમહાલ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા એક દિવસીય વર્કશોપનું આયોજન કરાયું

Published

on

એનિમિયા મુક્ત ભારત અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓને લઈને યોજાયો વર્કશોપ

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લા કક્ષાએથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ ચૌધરીની અધ્યક્ષતામાં “Strengthaning Supply Chain Management Under “ANIMIA MUKT BHARAT”ની વિવિધ પ્રવૃત્તિઓમાં અસરકારક અમલીકરણ કરવા માટે ન્યુટ્રીશન ઇન્ટરનેશનલ ટીમ દ્વારા હોટેલ સીટી ઈન ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં જિલ્લાના તમામ તાલુકા હેલ્થ ઓફિસર,ફાર્મસીસ્ટ,જિલ્લા તેમજ તાલુકાના તમામ મોડલ RBSK MO, RKSK કાઉન્સેલર તથા CHO હાજર રહ્યા હતા.

Advertisement

વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ ચૌધરી દ્વારા એનિમિયાના લક્ષણો,થવાના કારણો, નિદાન,જોખમો વિશે તથા મુખ્યત્વે સગર્ભા મહિલાઓ અને બાળકોમાં એનીમિયા થવાના કારણો વિશે તથા સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ડો.અંકિત શર્મા દ્વારા એનીમિયા મુક્ત ભારત અંતર્ગત વિશ્વ તેમજ ભારતના લક્ષ્યાંકો અને ત્યાં સુધી પહોંચવા માટેની વ્યૂહ રચના તથા લાભાર્થી જૂથો વિશે ચર્ચા તેમજ આર્યન ફોલીક એસિડ સપ્લીમેંટેશન – પ્રોફીલેક્સિસ વિશે અને પ્રજનન જૂથની બિન ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ તથા બાળકોમાં પ્રોફાઈલેક્ટિક તેમજ કૃમિનાશક ડોઝ અંતર્ગત ઉપસ્થિતોને ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી.

Advertisement

Trending

Exit mobile version