Gujarat
શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં પડ્યો બચવા માટે સવાર સુધી પાઇપના સહારે લટકી રહ્યો
(ઘોઘંબા તા.૨૪)
રણજીતનગરના વસાવા ફળિયામાં ગતરાત્રે શિકારની શોધમાં આવેલો દીપડો શિકારની પાછળ દોડતા અકસ્માતે કૂવામાં પડ્યો હતો પાણી ભરેલા કૂવામાંથી બહાર નીકળવા દિપડાએ ધમપછાળા કર્યા હતા. કૂવામાથી બહાર આવવા માટે દિપડો દીવાલ ઉપર ચઢતો પરંતુ તેમાં તેને સફળતા મળી ન હતી દીવાલ ઉપર દીપડા ના નખ ના લીસોટા પડેલા જોવા મળ્યા હતા. અંતે થાકી હારી કૂવામાં ઉતારેલી પાઇપના સહારે સવાર સુધી લટકી રહ્યો હતો. ઘર માલિકે સવારે દીપડાને કુવામાં જોતા રાજગઢ પોલીસ તથા વન વિભાગને જાણ કરતા વન વિભાગે માનવ વસ્તીની વચમાં આવેલા કુવામાંથી કુશળતા પૂર્વક રેસક્યુ કરી દિપડાને બહાર કાઢી ધોબી કુવા ખાતે લઈ જવામાં આવ્યો હતો
ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે વસાવા ફળિયામાં રહેતા દિનેશભાઈ વસાવા ના ઘર પાછળ આવેલ પાણી ભરેલા કુવામાં ગતરાત્રિના સમયે શિકારની શોધમાં આવેલો દીપડો શિકાર પાછળ દોડતા અકસ્માતે કૂવામાં પડ્યો હતો વહેલી સવારે ઘરમાલીક જાગી પાણીની મોટર ચાલુ કરવા જતા કૂવા ઉપર બાંધેલી નેટ ફાટેલી જોતાં કૂવા માં નજર કરતાં કૂવામાં દીપડો હોવાનું માલુમ પડ્યું હતું . ઘર માલીકને રાત્રિના બાર વાગ્યે ઘરના પાછળના ભાગે કુતરાઓના ભસવાનો અવાજ આવતો હોવાનું અને કુવામાં કાંઈ પડ્યું હોવાનો અવાજ સંભળાયો હતો. પરંતુ ઘર માલિકે આ વાત ને ગંભીરતાથી લીધી ન હતી. દિનેશભાઈ ના ઘર પાછળ આવેલો કુવો પાણી પીવા માટે ઉપયોગમાં લેવાતો હોવાથી તેમાં કચરો ન પડે તે માટે લીલી નેટ બાંધી હતી. શિકાર પાછળ પડેલા દીપડાને નેટના કારણે કુવો ન દેખાતા દિપડો સીધો કુવામાં પડ્યો હતો. કુવા માલિક સવારે ઉઠી મોટર ચાલુ કરવા જતા નેટ તૂટેલી દેખાય હતી જેથી કુવાની અંદર જોતા દીપડો જોવા મળ્યો હતો દીપડાને જોતા દિનેશભાઈએ ગામના આગેવાનો, રાજગઢ પોલીસ તથા રેન્જ ફોરેસ્ટ ને જાણ કરી હતી.
દિપડો કૂવામાં પડ્યો હોવાની માહિતી મળતા રાજગઢ વન વિભાગના ઇન્ચાર્જ રેંજફોરેસ્ટ ઓફિસર મહિપતસિંહ પરમાર ના માર્ગદર્શન હેઠળ એમ.એસ.પલાસ,એસ.એમ રાઠવા,કે.બી.ભરવાડ, એસ.પી હઠીલા, એ.એમ બારીયા, બીડી ચાવડા, એચ.આર.ચુડાસમા, એસ.ટી.રાઠવા, નરવતભાઈ, એસ.પી.કટારા,શાંતિલાલ સહિત વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક બનાવ ના સ્થળે પહોંચી કુવામાં પાંજરું ઉતારી દીપડાને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. માનવ વસ્તીની વચમાં આવેલા પાણી ભરેલા કૂવામાંથી લોકોના ટોળા વચ્ચે દીપડાને કાઢવો અતિ મુશ્કેલ હતો પરંતુ રાજગઢ વન વિભાગના અનુભવી અધિકારીના માર્ગદર્શનથી વન વિભાગના કર્મચારીઓએ કુવામાં પાંજરૂ ઉતારી દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો આ અંગે ગોધરા ડિવિજન ના ડી.એફ.ઓ. સાથેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે દીપડાને કોઈ ઈર્જા હશે તો તેને ધોબી કુવા સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવામાં આવશે અને જો સ્વસ્થ હશે તો રાત્રિના સમયે જંગલમાં છોડી દેવામાં આવશે દીપડો કુવામાં પડ્યો હોવાની વાત રણજીત નગર ગામ તથા આજુબાજુના વિસ્તારોમાં ફેલાતા લોકો મોટી સંખ્યા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા.
રેસ્ક્યુ કરનાર વનવિભાગની ટીમ
રાજગઢ વન વિભાગના ઇન્ચાર્જ રેંજફોરેસ્ટ ઓફિસર મહિપતસિંહ પરમાર ,એમ.એસ.પલાસ,એસ.એમ રાઠવા,કે.બી.ભરવાડ, એસ.પી હઠીલા, એ.એમ બારીયા, બીડી ચાવડા, એચ.આર.ચુડાસમા, એસ.ટી.રાઠવા, નરવતભાઈ, એસ.પી.કટારા તથા શાંતિલાલ