Gujarat

વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના જેકવેલ પાસે દીપડો દેખાયો લોકોમાં ડરનો માહોલ

Published

on

(ગળતેશ્વર તા.૨૬) પ્રતિનિધિ રીજવાન દરિયાઈ

ગળતેશ્વર તાલુકાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશનના જેકવેલ પાસે દીપડાના આંટાફેરા, જેના સીસીટીવી વાયરલ થયા  થર્મલ પાવર સ્ટેશનની આસપાસ રહેતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો..

Advertisement

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના વણાંકબોરી થર્મલ પાવર સ્ટેશની હદની બહાર આવેલ કૂણીની દરગાહ પાસે સોમવાર રાત્રે 2 વાગ્યાની આસપાસ કોતરોની બહાર દીપડો જોવા મળ્યો હતો. દીપડો આંટાફેરા મારતો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગતરોજ રાત્રિના સમયે થર્મલ પાવર સ્ટેશન જેકવેલ પાસે દિપડો લટાર મારતો વિડિઓ પાવર સ્ટેશનના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થયો હતો.દીપડો હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ અને એનજીઓ ઘટના સ્થળે પહોચી તપાસ કરી હતી.

તપાસ દરમિયાન વન વિભાગને જગ્યાની માહિતી અને દીપડો હોવાના પુરાવા મળી આવતા દીપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા બે પાંજરા મૂકવામાં આવ્યા છે. વન વિભાગ અને એનજીઓ દ્વારા સમગ્ર જગ્યા ઉપર ચાંપતિ નજર રાખવામાં આવી રહી છે.થર્મલ પાવર સ્ટેશનની આસપાસ રહેતા લોકોને વન વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે રાત્રિના સમયે કામ વગર બહાર ના નીકળવા માટે અપીલ પણ કરવામાં આવી છે હાલ તો અહીંયાની આસપાસ રહેતા લોકો આ દીપડો ક્યારે પાંજરે પુરાય છે તેની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

 

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version