Offbeat

1.45 કરોડ રૂપિયામાં વેચાયું સ્ટીવ જોબ્સે લખેલું એક કાગળ, જાણો અંદર એવું તો શું છે ખાસ

Published

on

Appleના ફાઉન્ડર સ્ટીવ જોબ્સ માટે પહેલા કમ્પ્યુટર Apple-1ની જાહેરાત લકી હતી, જેની તાજેતરમાં જ હરાજી કરવામાં આવી છે. જેની 1 કરોડ રૂપિયાથી વધુની કિંમતમાં હરાજી કરવામાં આવી છે. આ જાહેરાત આટલી ખાસ શા માટે છે અને કેટલી જૂની છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

સ્ટીવ જોબ્સે પહેલા કમ્પ્યુટર Apple-1 માટે પોતાની હેન્ડરાઈટિંગથી જાહેરાત લખી હતી. આ પેપરમાં તેમની સાઈન, ઘરનું એડ્રેસ અને ફોન નંબર પણ લખ્યા છે. જેમાં પ્રાઈસ પણ લખવામાં આવી છે.

Advertisement

પહેલુ કમ્પ્યુટર ક્યારે લોન્ચ થયું હતું

Appleએ Apple computerના નામે પહેલુ કમ્પ્યુચર રજૂ કર્યું હતું. 47 વર્ષ પહેલા વર્ષ 1976માં આ કમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું હતું. વોસ્ટન બેઝ્ડ RR ઓક્શને Appleના કો-ફાઉન્ડરની આ જાહેરાતની હરાજી કરી છે. આ પેપર 1,75,759 ડોલરમાં હરાજી કરવામાં આવી છે, જેની ભારતીય કરન્સીમાં 1,45,08,597 રૂપિયા કિંમત છે.

Advertisement

સ્ટીવ જોબ્સે Adsમાં શું કર્યું

સ્ટીવ જોબ્સે પેપર લખેલ જાહેરાતમાં Apple computer 1ના સ્પેસિફિકેશન જણાવ્યા છે. જેમાં લખવામાં આવ્યું હતું કે, આ કમ્પ્યુટરને 6800, 6501 અથવા 6502 માઈક્રો પ્રોસેસરનો ઉપયોગ કરીને ડિઝાઈન કરવામાં આવ્યું છે.

Advertisement

 ફીચર્સ

સ્ટીવ જોબ્સે પેપરમાં ઓન બોર્ડ પણ શામેલ કર્યા છે. જેમાં એક લિસ્ટ પણ શામેલ હતું. જેમાં પાવર સપ્લાય, 8k bytes રેમ, edge કનેક્ટર પણ જણાવ્યા છે.

Advertisement

 કિંમત

સ્ટીવ જોબ્સે લખેલ આ પેપરમાં Appleના પહેલા કમ્પ્યુટરની કિંમત પણ જણાવવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ‘બોર્ડ+મેન્યુઅલ’ માટેની કિંમત 75 ડોલર.

Advertisement

મૂળ જાહેરાત સાથે મેચ થાય છે

સ્ટીવ જોબ્સે લખેલ આ જાહેરાત કાગળની રિઅલ જાહેરાત સાથે મેચ થાય છે. જુલાઈ 1976માં ઈન્ટરફેસ મેગેઝીનના એડિશનમાં જાહેરત થઈ હતી.

Advertisement

 બે ઈમેજ પણ શામેલ

આ હરાજીમાં કાગળની સાથે કેલિફોર્નિયામાં ધ બાઈટ શોપમાં લેવામાં આવેલ કલરફુલ પોલેરોઈડ તસવીર પણ શામેલ છે. આ ઈમેજમાં કિબોર્ડ અને મોનિટરની સાથે આખા Apple computer જોવા મળે છે.

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version